Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સર્વેમાં થયો ખુલાસો

ખાલી સમયમાં સૌથી વધારે ભારતીયો કરે છે સુવાનું કામ

નવી દિલ્હી,તા. ૭:લોકડાઉન થયુ ત્યારે આપણે સૌએ જાણ્યુ કે આપણી પાસે ઘણો સમય છે. જેમાં પરિવાર સાથે લોકોએ ઇન્ડોર ગેમ્સ રમી, નવી નવી વાનગીઓ કે જે વિસરાઇ ગઇ હતી તે વર્ષો બાદ બની. ઘરમાં કઇ વસ્તુ કયાં પડી છે તે કદાચ લોકોએ જાણ્યુ. અત્યાર સુધી કોઇને ખબર જ નહોતી કે આપણે ખાલી સમયમાં શું કરીએ છીએ.

ભારતમાં એક સર્વે કરવામાં આવ્યો છે કે ભારતીયો પોતાના ખાલી સમયમાં સૌથી વધારે શું કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખાલી સમયમાં દરેક લોકો અલગ અલગ કામ કરતા હોય છે. ત્યારે સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં મોટા ભાગના લોકો ખાલી સમયમાં સૂવાનુ પસંદ કરે છે.

વધારે પડતા ભારતીય પોતાના ખાલી સમયમાં સુવાનુ પસંદ કરે છે. એક સ્ટડીમાં ખુલાસો થયો છે. આ પહેલો એવો સર્વે છે કે જેમાં સ્ટડી કરવામાં આવ્યુ છે કે ભારતીયો તેમના ખાલી સમયમાં શું કરે છે.

આ સર્વેનો હેતુ એ જાણવાનો હતો કે ગ્રામીણ અને શહેરી લોકો સૌથી વધારે કયા કામમાં તેમનો સમય વાપરે છે.

૨૦૧૯ના જાન્યુઆરી અને ડિસેમ્બર વચ્ચે NSOએ ટાઇમ યુઝ સર્વે કર્યુ હતુ. ૫૯૪૭ ગામ અને ૩૯૯૮ શહેરી બ્લોક સાથે ૧૩૮૭૯૯ ધરોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. આંદમાન અને નિકોબારને છોડીને આ સર્વે સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો.

સર્વેના હિસાબે, દરેક ભારતીય ખાલી સમયમાં ૫૫૨ મિનીટ કે ૯.૨ કલાક સૂઇ જાય છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં પુરુષો ૫૫૪ મિનીટની ઉંઘ લે છે જયારે મહિલાઓ ૫૫૭ મિનીટની ઉંઘ લે છે. જયારે શહેરમાં પુરુષ ૫૩૪ અને મહિલાઓ ૫૫૨ મિનીટની ઉંઘ લે છે.

(10:25 am IST)