Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નશીલો પદાર્થ ખવડાવી યુવતીનું શરીર ચૂંથતા

રાજસ્થાનના ચુરૂમાં ૧૯ વર્ષની યુવતી ઉપર ૯ નરાધમોનો ૮-૮ દિવસ સુધી ગેંગરેપ

૩ અલગ-અલગ સ્થળે લઇ જઇ બેરહેમ કૃત્યઃ વિડીયો ઉતારી-બિભત્સ ફોટા પાડયા

ચુરૂ તા. ૭ :.. રાજસ્થાનમાં ગેંગરેપની ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. હવે ચુરૂ જીલ્લામાં ૧૯ વર્ષની યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કરવાનો હચમચાવ તો મામલો સામે આવ્યો છે. ગેંગરેપની આ ઘટનામાં ૯ યુવકોની સંડોવણી ખુલી છે. આરોપીઓએ ૮ દિવસ સુધી પીડિતાને ચુરૂના રાજગઢ, જયપુર અને સીકરના નીમકાથાનામાં બંધક બનાવી ગેંગરેપને અંજામ આપ્યો હતો.

પીડિતાની ફરીયાદના આધારે રાજગઢ પોલીસે યુવકો વિરૂધ્ધ આકરી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસે પીડિતાની હોસ્પીટલમાં તપાસ કરાવી છે.

પોલીસને મળેલી માહિતી અનુસાર તે ર૪ સપ્ટેમ્બરે પોતાના ગામથી રાજગઢ બસ સ્ટેન્ડ ગઇ હતી. જયાં વિક્રમ પુનીયા તેનો મળ્યો જે તેનો પરિચિત હતો વિક્રમે તેને એસીએસસીનું ફોર્મ ભરાવવા ના બ્હાને કારમાં બેસાડી જયારે અગાઉથી દેવેન્દ્ર પુનિયા, અને અન્ય બે છોકરા હાજર હતા આરોપી કારથી રાજગઢના એક મકાનમાં લઇ ગયા જયાં રૂમ બંધ કરી ચારેયએ ગેંગરેપ કર્યો હતો. એ દરમ્યાન આરોપીઓએ તેનો અશ્લીલ વિડીયો ઉતાર્યો અને ફોટા પણ પાડયા હતાં.

આરોપીઓએ પીડિતાને ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકી આપી અને તેને નશીલો પદાર્થ ખવડાવી બેભાન કરી દીધી હતી. યુવતી ભાનમાં આવી તો તે એક રૂમમાં બંધ હતી.

આરોપ છે કે ત્યાં બેટી, રાહુલ, શુભમ, હેમંત, અને મુકેશ ગુર્જર અગાઉથી હતાં આરોપીઓને કહયું હતું કે વિક્રમ તેને અહિ મૂકી ગયો છે. ૩ જપયુરની એક હોટલમાં છે ત્યાં પણ તેણીને નશીલો પદાર્થ ખવડાવી ચારેય યુવકોએ ગેંગરેપ કર્યો હતો કે પછી મુકેશ ગુર્જરે તેને ૧ સપ્તાહ સુધી બંધક બનાવી રાખી હતી અને વિડીયો કલીપ વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે રેપ કરતો રહ્યો હતો.

તે પછી યુવતીને સીકરના નીમકાથાના એક ગામમાં લવાઇ હતી જયાંથી ૧લી ઓકટોબરે પોલીસે તેને છોડાવી પરિવારને સોંપી હતી. યુવતીને પોલીસ ફરીયાદ નહિ કરવા ધમકી પણ અપાઇ હતી. પીડિતાએ આધારે ફરીયાદ નોંધાવી. તેણીએ કહયુંહતું કે હું બદનામી ના ડરથી ભયભીત હતી.

(11:17 am IST)