Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સુપ્રિમ કોર્ટે વસવસો વ્યકત કર્યો

સંસદસભ્યો અને ધારાસભ્યોને પોલિસ ન પકડે તે ગંભીર બાબત

નવી દિલ્હી, તા.૭: સુપ્રિમ કોર્ટે વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલ કેસોમાં પોલિસની તેમની ધરપકડ કરવાની અનિચ્છા દર્શાવવી અથવા કોર્ટમાં રજૂ ન કરવાની બાબતને ગંભીર ગણાવી છે. સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યકત કરતા કહ્યું કે સંસદ અને વિધાનસભાના સભ્ય  વિરૂધ્ધના કેસોમાં પોલિસ અધિકારીઓ દબાણમાં આવી જાય છે. એટલે તેઓ તેમના વિરૂધ્ધના કેસોમાં કોઇ કાર્યવાહી કરવાથી ગભરાય છે.

જસ્ટીસ એન વી રમનાની અધ્યક્ષતાવાળા ખંડપીઠે મંગળવારે સુનાવણી દરમ્યાન કહ્યું કે અમને જણાવાયું છે કે ઘણીવાર પોલિસ આરોપી સાંસદો અથવા ધારાસભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં એટલે મુંઝાય છે કે તેમના હોદાનું તેમના પર દબાણ હોય છે. જસ્ટીસ રમનાએ એમ પણ કહ્યું કે ઘણી હાઇકોર્ટો તેમની પાસે ચાલી રહેલ કેસોની સુનાવણી માટે વીડીયો કોન્ફરન્સ સુવિધાની માંગણીઓ કરી રહી છે.

(11:30 am IST)