Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલ ના ભાવો સ્થિર: કિંમતમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડો વધારો થવાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત પાંચમા દિવસે બુધવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઇન્ડિયન ઓનની વેબસાઇટ અનુસાર દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નઈ અને કોલકાતામાં પેટ્રોલ અનુક્રમે 81.06 રૂપિયા, 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને 82.59 રૂપિયાના ભાવે ઉપલબ્ધ છે. તે જ સમયે, ડીઝલ પણ ક્રમશ 70.46 રૂપિયા, 76.86 રૂપિયા , 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

(12:11 pm IST)