Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

બપોર સુધીમાં વધુ ૪૨ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસનો આંક ૬૮૭૫ : આજ દિવસ સુધીમાં ૫૬૬૪ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૮૨.૮૯ ટકાઃ ૬૩ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત : ૩૯ હજાર ઘરોનો સર્વે : માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૫૩,૦૦૮ લોકોના ટેસ્ટ કરાયા : ૩૯ હજાર ઘરોનો સર્વેઃ ૩૩ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો : ઉદયનગર, સ્વાશ્રય સોસાયટી- મવડી રોડ, ગણેશ પાર્ક - રૈયા રોડ, ગાયત્રીનગર - બોલબાલા માર્ગ, સ્વપ્નસિધ્ધિ પાર્ક - એરપોર્ટ રોડ, દયાનંદ નગર- વાણીયાવાડી, ગોવિંદનગર - કોઠારિયા રોડ, દ્રારકેશ રેસીડેન્સી - પોપટપરા નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેરઃ હાલમાં ૬૩ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત

રાજકોટ,તા.૭: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૨ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૮૭૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૬૬૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૨.૮૯ ટકા રિકવરી રેટ થયો છે. ગઇકાલે કુલ ૬૨૯૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૭૦  ટકા થયો  હતો. જયારે ૧૦૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  ૭ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૫૩,૦૦૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૮૭૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૦  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  ઉદયનગર, સ્વાશ્રય સોસાયટી- મવડી રોડ, ગણેશ પાર્ક - રૈયા રોડ, ગાયત્રીનગર - બોલબાલા માર્ગ, સ્વપ્નસિધ્ધિ પાર્ક - એરપોર્ટ રોડ, દયાનંદ નગર- વાણીયાવાડી, ગોવિંદનગર - કોઠારિયા રોડ, દરકેશ રેસીડેન્સી - પોપટપરા સહિતના વિસ્તારોમાં ૬૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૯ હજાર ઘરોનો સર્વેઃ ૩૩ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૯,૭૧૭  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૩૩ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે બેડીનાકા ટાવર, રૈયા નામા ટાવર, સેન્ટ્રલ જેલ, રેલનગર, જંકશન પ્લોટ, રાજારામ સોસાયટી, કેવડાવાડી, ગોપાલનગર, આંગન પાર્ક, શિવમ સોસાયટી સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૯૨૫ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:08 pm IST)