Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વિરોધ પ્રદર્શન માટે સાર્વજનિક સ્થળે કબ્જો જમાવી ન શકાય

નાગરિકતા સંશોધન કાનુન વિરૂધ્ધ દિલ્હીના શાહીનબાગ ખાતે થયેલા વિરોધ - પ્રદર્શનને લઇને સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો : સાર્વજનિક સ્થળ પર અનિશ્ચિત મુદ્દત માટે કબ્જો જમાવી ન શકાય : વિરોધ પ્રદર્શનનો આ પ્રકારનો અધિકાર પૂર્ણ નથી : આઝાદ ભારતમાં બ્રિટીશ રાજની રીત અપનાવી ન શકાય

નવી દિલ્હી તા. ૭ : શાહીન બાગ પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટે લીધો સૌથી મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમે જણાવ્યું છે કે સાર્વજનિક જગ્યાઓ પર અનિશ્ચિતકાળ સુધી પ્રદર્શન ન કરી શકાય છે પછી તે શાહીન બાગ હોય કે બીજી કોઇ જગ્યા હોય.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે નક્કી કરવામાં આવેલી જગ્યાઓ પર જ પ્રદર્શન કરવામાં આવે. કોઇપણ જગ્યા પર આવન-જાવનને રોકી શકાય નહીં. વિરોધ અને આવન-જાવનના અધિકારમાં સંતુલન રાખવું જરૂરી છે.

દિલ્હીના શાહીનબાગ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જાહેર જગ્યાઓ પર આવન-જાવન પર પ્રતિબંધ ન લગાવી શકાય. બંધારણ વિરોધનો અધિકારી આપે છે, પરંતુ વિરોધના અધિકારીની સીમા હોય છે.

સુપ્રીમે જણાવ્યું કે જાહેર સ્થળે અનિશ્ચિતકાળ સુધી ન ઘેરી શકાય, આ પ્રકારનો વિરોધ સ્વીકાર્ય નથી, તંત્ર કાર્યવાહી કરી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિરોધ

જતાવવા માટે પબ્લિક પ્લેસ કે રસ્તાને બ્લોક કરી શકાય નહી. અધિકારીઓએ આ પ્રકારના અવરોધને તરત હટાવવો જોઈએ. વિરોધ પ્રદર્શન નિર્ધારિત જગ્યાઓ પર જ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓના સાર્વજનિક સ્થળો પર પ્રદર્શન એ લોકોના અધિકારોનું હનન છે. કાયદામાં તેને મંજૂરી નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અવરજવરનો અધિકાર અનિશ્ચિતકાળ માટે રોકી શકાય નહી. શાહીન બાગમાં મધ્યસ્થતા સફળ થઈ નહી. પરંતુ અમને કોઈ પસ્તાવો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર બેઠકો પર પ્રતિબંધ લગાવી શકાય નહીં. પરંતુ તે નિર્દિષ્ટ ક્ષેત્રોમાં થવી જોઈએ. બંધારણ વિરોધનો અધિકાર આપે છે પરંતુ તેને સમાન કર્તવ્યો સાથે જોડવા જોઈએ.

અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાના વિરોધમાં શાહીન બાગમાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ સમય માટે લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતાં. પરંતુ કોરોના વાયરસના કારણે દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ થયા બાદ પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા હતાં. શાહીન બાગ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરાઈ હતી. ધરણાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતાં અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હતી.

(3:11 pm IST)