Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હાથરસ જઇ રહેલ પત્રકારની ધરપકડના વિરોધમાં સુપ્રિમ કોર્ટના દ્વારા ખખડાવ્યા

સિધ્ધીક કપ્પન સહિત ત્રણ પત્રકારોની યુ.પી.પોલીસે ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા.૭: કેરળ યુનિયન ઓફ વર્કીગ જર્નાલીસ્ટસ (કેયુડબલ્યેજે)એ કેરળના પત્રકાર સિધ્ધીક કપ્પનને યુપી પોલિસ દ્વારા ધરપકડ કરવાની વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટનાં કેદીને હાજર કરવાની અરજી કરી છે. કપ્પન હાથરસમાં ૧૯ વર્ષની દલિત છોકરી પર બળાત્કાર અને તેની હત્યાના બનાવને કવર કરવા હાથરસ જઇ રહ્યા હતા ત્યારે યુપી પોલીસે તેની ધરપકડ કરી હતી.

તેની ગીરફતારીને ગેરકાનુની અને ગેરબંધારણીય ગણાવીને કેયુડબલ્યુ જેએ અરજી કરી છે કે તેને સુપ્રિમ કોર્ટ સમક્ષ તાત્કાલીક રજૂ કરવામાં આવે અને ગેરકાયદેસર કસ્ટડીમાંથી છોડવામાં આવે.  અરજીમાં કહેવાયુ છે કે આ ધરપકડ ડીકે બસુ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળ રાજય કેસમાં નક્કી કરાયેલ ચોક્કસ દિશા નિર્દેશોનું ઉલ્લંઘન છે અને એક પત્રકાર દ્વારા કરાઇ રહેલ તેના કર્તવ્યમાં બાધા ઉભી કરવાના એક માત્ર ઇરાદાથી કરાઇ છે.

કપ્પન જેકેડબલ્યુ જેના મહામંત્રી પણ છે, તેની ધરપકડની જાણ તેના પરિવારને કે તેના સહયોગીઓને નથી કરવામાં આવી એમ પણ દલીલોમાં કહેવાયું છે.

રીપોર્ટ અનુસાર, કપ્પનને ત્રણ અન્ય પત્રકારો સાથે યુપી પોલીસે પાંચ ઓકટોબરે હાથરસ ટોલપ્લાઝા પરથી ધરપકડ કરીને આરોપ મુકયો છે કે તેના સંબંધો પોપ્યુલર ફ્રટ ઓફ ઇન્ડિયા સાથે છે જે સંગઠન પર યોગી સરકાર પ્રતિબંધ મુકવા માંગે છે. પોલિસે એક બયાનમાં કહ્યું છે કે તેમના મોબાઇલ ફોન, એક લેપટોપ અને કેટલુંક સાહિત્ય જે રાજયમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને અસરકર્તા છે તે જપ્ત કરવામાં આવ્યું છે.

(3:17 pm IST)