Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ટ્રેન રિઝર્વેશનની પહેલી યાદી 4 કલાક પહેલા અને બીજી ટ્રેન છૂટવાના અડધી કલાક પહેલા જાહેર થશેઃ 10 ઓક્‍ટોબરથી રિઝર્વેશનના નિયમો બદલાશે

નવી દિલ્હી: જો તહેવારોમાં રેલવેની મુસાફરી કરવા જઇ રહ્યા છો તો રિઝર્વેશન ચાર્ટનો નિયમ જાણી લો. હવે રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ જેને આપણે સેકન્ડ રિઝર્વેશન લિસ્ટ પણ કહીએ છીએ. હવે ટ્રેન છૂટ્યાના 30 મિનિટ પહેલાં બનશે. 

10 ઓક્ટોબરથી લાગૂ નવો નિયમ

11 મે 2020ના રોજ કોરોના સંકટ મહામારીને જોતાં રેલવેએ સેકન્ડ ચાર્ટનો સમય બદલાઇ ગયો હતો. ચાર્ટને ટ્રેન છૂટવા 2 કલાક પહેલાં તૈયાર કરવામાં આવતો હતો. પરંતુ હવે અનલોક 5.0ની નવી ગાઇડલાઇન્સમાં મળેલી છૂટ બાદ ચાર્ટને ફરીથી 30 મિનિટ પહેલાં જાહેર કરવામાં આવશે. રેલવેનો આ નિયમ 10 ઓક્ટોબરથી લાગૂ થઇ જશે. CRIS આ ફેરફાર માટે પોતાના સોફ્ટવેરમાં જરૂરી અપડેટ કરશે.

ટિકીટ બુકિંગ/કેન્સેલેશન જાહેર કરશે

આ દરમિયાન સેકન્ડ રિઝર્વેશન ચાર્ટ બનાવતાં પહેલાં ઓનલાઇન અને રેલવે કાઉન્ટર્સ પર ટિકીટોનું વેચાણ ચાલુ રહેશે. એટલે કે રેલવે યાત્રીઓને ટિકીટ બુકિંગ માટે વધારાનો સમય મળી જશે. અને જે પણ બચેલી સીટો હશે તે મુસાફરોને પહેલાં આવો-પહેલાં મેળવોના આધારે મળશે. જો કોઇએ પોતાની  ટિકીટ કેન્સલ પણ કરાવવી છે તો તેને પહેલાં પહેલાં કરી શકો છો. રીફંડના નિયમ મુજબ ટિકીટ કેન્સલેશન કરવામાં આવશે.

રિઝર્વેશન લિસ્ટને લઇને નિયમ

ટ્રેન રિઝર્વેશનની પહેલી યાદી ટ્રેન છૂટવાના ચાર કલાક પહેલાં જાહેર કરવામાં આવે છે, અને બીજી રિઝર્વેશન સીટ ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં જાહેર થશે.

(5:15 pm IST)