Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રક્ષાકર્મીઓ માટે પરિવાર પેન્શન યોજનામાં 7 વર્ષની ન્યુનતમ સેવા અનિવાર્યતા દૂર કરાઈ

નવા નિયમને 1 ઓક્ટોબર 2019થી ગણતરીમાં લેવાશે

નવી દિલ્હી : રક્ષા કર્મીઓ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે પરિવાર પેંશન માટે ન્યૂનતમ સેવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. રક્ષા મંત્રાલયે આ બાબતની સત્તાવાર જાહેરાત કરી છે. EOPF ડિફેંસના કર્મચારીઓના છેલ્લા પગારના 50 ટકા અપાય છે. સર્વિસ દરમ્યાન જો કર્મચારીના મૃત્યુ થાય તો મૃત્યુની તારીખથી 10 વર્ષ માટે આપવામાં આવે છે. આ લાભ માટે 7 વર્ષની સર્વિસની અનિવાર્યતા રખાઈ હતી, જે સમાપ્ત કરવાની જાહેરાત કરાઈ છે.નવા નિયમને 1 ઓક્ટોબર 2019થી ગણતરીમાં લેવાશે

   જો કર્મચારી નોકરી છોડીને જાય અથવા રિટાયરમેન્ટ બાદ કર્મચારીનું મૃત્યુ થઈ જાય છે તો તેના મૃત્યુથી 7 વર્ષ અથવા કર્મચારીની ઉંમર 67 વર્ષ જે પણ પહેલા હોય તે સમયગાળા સુધી EPFO આપવામાં આવે છે. ડિફેંસ કર્મચારીઓના પરિવારને EOFP આપવા માટે સતત 7 વર્ષની સર્વિસ કરવાનો નિયમ હતો. પરંતુ હવે આ જરૂરતને સમાપ્ત કરી દેવામાં આવી છે. EOFP જ્યાં આર્મ્ડ ફોર્સના કર્મચારીઓને છેલ્લી સેલરીની 50 ટકા છે. ત્યારે Ordinary Family Pension (OFP) કર્મચારીઓને છેલ્લી સેલરીના 30 ટકા હોય છે.

(8:11 pm IST)