Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

શેરબજારે કોરોનાની નુકસાની પચાવીઃ ફુલગુલાબી તેજી

સેન્સેક્સમાં ૭૦૪, નિફ્ટીમાં ૧૯૭ પોઇન્ટનો રેકોર્ડ ઊછાળો

બેક્નિંગના શેર્સમાં મોટી તેજી જોવા મળી : યુએસના રાષ્ટ્રપતિ તરીકે બિડેનની જીતથી બજારમાં તેજી

મુંબઈ, તા. : વૈશ્વિક સ્તરે મજબૂત વલણની વચ્ચે બીએસઈ સેન્સેક્સ સોમવારે ૭૦૪ પોઇન્ટના ઉછાળા સાથે નવા ઓલ-ટાઇમ હાઈ પર બંધ રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનની જીત બાદ વૈશ્વિક બજારોમાં જોર પકડ્યું છે, જેણે સ્થાનિક બજારોમાં પણ સકારાત્મક અસર કરી હતી.

ત્રીસ શેર પર આધારિત બીએસઈ સેન્સેક્સ  ટ્રેડિંગ દરમિયાન એક સમયે ૪૨,૬૪૫.૩૩ પોઇન્ટની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. અંતે, તે ૭૦૪.૩૭ પોઇન્ટ એટલે કે .૬૮ ટકાના વધારા સાથે ૪૨,૫૯૭.૪૩ પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ટ્રેડિંગ દરમિયાન સૌથી વધુ ૧૨,૪૭૪.૦૫ ના સ્તરે પહોંચ્યો હતો. અંતમાં, તે ૧૯૭.૫૦ પોઇન્ટ અથવા .૬૧ ટકાના વધારા સાથે ૧૨,૪૬૧.૦૫ ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ટકા વધ્યો. તે પછી અનુક્રમે ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, પાવરગ્રિડ, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંકનો ક્રમ આવે છે. બીજી તરફ મારુતિ અને આઈટીસીમાં ઘટાડો નોંધાયો છે.

આનંદ રાઠીના ઇક્વિટી રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે એશિયાના અન્ય બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ભારતીય બજારોમાં પણ વેગ મળ્યો છે. યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રોકાણકારોની પ્રતિક્રિયા આપતાં બજારે વેગ પકડ્યો છે. મોટાભાગના સહભાગીઓને આશા છે કે બિડેન સરકાર ભારતીય કંપનીઓ, ખાસ કરીને આઈટી અને ઘરેલું નાણાકીય બજારોમાં સારા સમાચાર લાવશે. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ નવેમ્બરના પ્રથમ પાંચ ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક બજારોમાં રૂ. ,૩૮૧ કરોડનું રોકાણ કર્યું હતું.

સહભાગીઓ ટ્રેક પરની વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને વધુ સારી ત્રિમાસિક પરિણામોવાળી કંપનીઓ સાથે વિશ્વાસ કેળવી રહ્યા છે. શેર બજારમાં ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) શુક્રવારે ,૩૮૧  કરોડના શેર ખરીદ્યા. અન્ય એશિયન બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, સિઓલ અને ટોક્યો .૧૨ ટકા વધીને બંધ થયા છે. યુરોપના મુખ્ય શેર બજારોમાં પણ પ્રારંભિક વેપારમાં લગભગ ટકાનો ઉછાળો નોંધાયો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૨૬ ટકાના વધારા સાથે ૪૦.૩૪ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

(7:41 pm IST)