Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદારવાદી નેતા બદરૂદીન તૈયબજીની આજે જન્મજયંતિ

બોમ્બે હાઇકોર્ટના ન્યાયધીશ તરીકે સેવા આપી હતી

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા. ૧૦ :બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદારવાદી નેતા બદરૂદીન તૈયબજીની આજે જન્મ જયંતિ છે.

બદરૂદીન તૈયબજીનો જન્મ ૧૦ ઓકટોબર ૧૮૪૪ ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ સુલેમાની બોહરા સમુદાયના સભ્ય મુલ્લાહ તૈયબઅલીભાઈ મિયાંના પુત્ર હતા. તેઓ અરબ પરિવારના વંશજ હતા. જયારે ભારતીય મુસલમાન સમુદાયમાં અંગ્રેજી તાલીમ એક શાપ માનવામાં આવતી હતી તે સમયે તેમના પિતાએ તેમના સાતેય પુત્રોને વધુ અભ્યાસ માટે યુરોપ મોકલ્યા હતા. તેમના મોટાભાઈ કમરુદ્દીન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સોલિસિટર તરીકે સ્વીકૃતિ મેળવનાર પ્રથમ ભારતીય હતા. બદરુદ્દીન તૈયબજી તેમનાથી પ્રેરિત થયા હતા. મદરેસામાં ઉર્દૂ અને ફારસી ભાષા શીખ્યા બાદ તેમણે મુંબઈની એલફિન્સ્ટોન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમણે ૧૮૬૩માં લંડન વિશ્વવિદ્યાલય અને મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો. એપ્રિલ ૧૮૬૭માં વ્યાવસાયિક વકિલાત શરૂઆત કરી.બદરુદ્દીન અને તેમના મોટાભાઈ કમરુદ્દીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં મહત્ત્વપૂર્ણ રીતે સંકળાયેલા હતા. તૈયબજીએ હિંદુ અને મુસલમાન કોમ્યુનીટી બન્નેનું સમર્થન પ્રાપ્ત કરવાના કોંગ્રેસના ઉદ્દેશોમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ૧૮૮૭–૮૮માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તેમણે મુસલમાનોને સંગઠિત કરવા પર વિશેષ ભાર મૂકયો હતો. શહેરના મુસલમાનો વચ્ચે સામાજીક સંપર્કને ઉત્ત્।ેજન આપવા માટે તૈયબજીએ મુંબઈમાં ઈસ્લામ કલબ અને ઈસ્લામ જીમખાનાની સ્થાપનામાં વિશેષ ભૂમિકા ભજવી હતી. મુસલમાનોને કોંગ્રેસની તરફેણમાં લાવવા માટે તેમણે ૧૮૮૮ના અલ્હાબાદ અધિવેશનમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત વિષય સમિતિ એવા કોઈ પણ વિષયને ચર્ચા માટે મંજૂરી નહિ આપે જેમાં હિંદુ–મુસ્લિમ પ્રતિનિધિઓની સમિતિ અલગ અલગ મત ધરાવતી હોય. આ પ્રસ્તાવને પરિણામે મુસલમાનો કોંગ્રેસ તરફ પાછા ફર્યા પરંતુ કોંગ્રેસની પ્રવૃત્ત્િ।ઓ હિંદુ–મુસ્લિમ સહમતી હોય તેવા મુદ્દાઓ પુરતી સીમીત રહી. તૈયબજીના આ પગલાં પછી પણ દ્યણા મુસ્લિમ પ્રતિનિધિઓને કોંગ્રેસની પ્રતિનિધિત્ત્વ કરવાની ક્ષમતા પર સંદેહ હતો.

જૂન ૧૮૯૫ માં તૈયાબજીને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા, જે પ્રથમ મુસ્લિમ અને ત્રીજા ભારતીય હતા. ૧૯૦૨ માં, તેઓ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદ સંભાળનારા પ્રથમ ભારતીય બન્યા. તયબજી મહિલા મુકિત માટે પણ સક્રિય હતા અને પરદા પ્રથા ની પ્રણાલીને દૂર કરવા માટે પ્રયત્ન કરતા હતા . ૨૬ ઓગસ્ટ ૧૯૦૬ ના રોજ લંડનમાં બદરૂદ્દીન ત્યાબજીનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું હતું.

(11:39 am IST)