Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

શું PUBG કરી શકે છે કમબેક?

PUBG લોંચ થયાના ૨૦ દિવસમાં જ ૧૦ કરોડથી વધુ વખત ડાઉનલોડ થઇ હતી

નવી દિલ્હી, તા.૧૦: કોરોનાને ચાઈનીઝ વાયરસ ઓફિશિયલ કરાર અપાયો હોય કે નહીં પરંતુ હાલ લોકોમાં ચીન પ્રત્યે અંદખાને જુવાળ તો જવા મળી જ રહ્યો છે, જો કે આ વાત કદાચ ચાઈનીઝ એપની થતી હોય તો જે લોકો કહેવાતા ટીક-ટોક સ્ટાર હતા અથવા પોતાની પ્રોફાઈલમાં એક સ્કિલ તરીકે 'ગેમર' બહુ હરખથી લખાવતા 'તેમના માટે કદાચ 'આ સમાચાર થોડા સારા હોઈ શકે.

'ભારતે ચાઈનીઝ કનેકશન અને યૂઝર્સના ડેટાની સિકયોરિટી સાથે જોડાયેલી ચિંતાને ધ્યાનમાં રાખીને અંદાજે ૨૦૦થી વધુ એપ્સ અને ગેમ્સને 'બેન કરવામાં આવ્યા છે. આમાં શોર્ટ વિડિયો મેકિંગ એપ ટીકટોકથી લઈને પોપ્યુલર બેટલ રોયલ ગેમ પબજી મોબાઇલ પણ સામેલ છે. હવે સામે આવ્યું છે કે, PUBG Mobile ભારતમાં કમબેકની તૈયારી કરી રહી છે અને આના માટે તે ટેલિકોમ કંપની એરટેલની મદદ લઈ શકે છે. Entrackrના રિપોર્ટમાં આની સાથે જોડાયેલી ડિટેલ્સ શેર કરવામાં આવી છે.

શું કહે છે Entrackr રિપોર્ટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભ્શ્ગ્ઞ્ ભારતમાં કેન્ડિડેટ્સના ઈન્ટરવ્યુ પણ કરી રહી છે અને ૪ થી ૬ વર્ષના એકસપીરિયન્સવાળા વર્કર્સની શોધ કરી રહી છે. જોકે, PUBG અને Airtel બંને તરફથી આના પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે, PUBG Mobile ભારતમાં Google Play Store કે પછી Apple App Store પર કયારથી પરત ફરશે. આના માટે ગેમર્સને હજુ લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

PUBGના મૂળિયાં કયાંના? બેન થવાનું સાચું કારણ!

અસલમાં PUBG સાઉથ કોરિયાની કંપની છે અને આ ગેમને ત્યાં જ ડેવલપ કરવામાં આવી છે. ચીનની કંપની Tencentના આના મોબાઈલ વર્ઝનના ડિસ્ટ્રીબ્યૂશનની જવાબદારી સોંપવામાં આવી હતી, જે આ ગેમના ચાઈનીઝ કનેકશન અને ભારતમાં બેન થવાનું કારણ બન્યું. આ ગેમના બેન થયા બાદ સારા ગ્રાફિકસની સાથે બેટલ રોયલ એકસપીરિયન્સ આપનારી Call Of Duty ઝડપથી પોપ્યુલર થઈ છે. લોન્ચ થયાના પ્રથમ ૨૦ દિવસમાં જ આ ગેમને ૧૦ કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી.

(2:15 pm IST)