Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અદાણીએ યુપી, ગુજરાત અને હરિયાણામાં ઘટાડયા સીએનજી અને પીએનજી ગેસના ભાવ

અમદાવાદ: દેશના ત્રણ રાજ્યોમાં સીએનજી અને પીએનજી ગેસના કસ્ટમર્સ માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. આ રાજ્યોમાં અદાણી ગેસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેસની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો હાલમાં સરકાર તરફથી નેચરલ ગેસની કિંમતોમાં કરવામાં આવેલ ઘટાડા મુજબ છે. તેનાથી ડેઈલી ઉપયોગમાં થનારા લોકોને તત્કાલ રાહત મળશે.

ત્રણ રાજ્યોમાં ઘટાડ્યા ભાવ

અદાણી ગેસે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં ગેસના ભાગમાં ઘટાડો કર્યો છે. આ ત્રણ રાજ્યોને તેનો ફાયદો મળશે.

ઉત્તર પ્રદેશના ખુર્જામાં સીએનજીના ભાવમાં 1.75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ ભાવ 52.60 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો છે. તો પીએનજીની કિંમત 26.83 રૂપિયા માનક ધન મીટરથી ઘટીને 25.72 રૂપિયા માનક ઘન મીટર રહી ગયું છે.

મહેન્દ્રગઢ અને ફરીદાબાદમાં કિંમત

હરિયાણાના મહેન્દ્રગઢ અને ફરીદાબાદમાં સીએનજીની કિંમત ક્રમશ 1.70 રૂપિયા અને 1.60 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં તેની કિંમત 1.31 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

આ શહેરમાં નવી કિંમત

કંપનીએ ફરીદાબાદ, પલવલ અને ખુર્જામાં ઘરેલુ પીએનજીની કિંમત 1.11 રૂપિયા માનક ઘન મીટર અને અમદાવાદ તેમજ વડોદરામાં એક રૂપિયા પ્રતિ ઘન મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કસ્ટમર્સની બચત થશે

ત્રણ રાજ્યોમાં કંપની તરફથી સીએનજીની કિંમત અને ઘટાડો થવાથી ગ્રાહકો હવે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં વધુ બચત કરી શકશે. તેનાથી વધુ અનુકૂળ સીએનજી અપનાવવા મદદ મળશે.

(5:10 pm IST)