Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોના દરમિયાન એન્ટિબાયોટિકસનો વધુ ઉપયોગ ભવિષ્યમાં માનવજાતની ઘોર ખોદશે

એન્ટિબાયોટિકસ બેકટેરીયાને મારવાની દવા, વાઇરસ પર તેની કોઇ અસર થતી નથી... કોરોના દરમિયાન ૭૨% લોકોને અપાયેલી એન્ટિબાયોટિકસમાં ૮%ને જ બેકટેરીયાનું સંક્રમણ હતું

નવી દિલ્હી, તા.૧૨: એન્ટિબાયોટિકસ એ બેકટેરીયાને મારવાની દવા છે. વાઇરસ ઉપર તેની કોઇ અસર થતી નથી. પરંતુ આ મહામારી દરમિયાન એન્ટિબાયોટિકસનો થતા વધુ પડતો ઉપયોગ ભવિષ્યમાં માનવજાતની દ્યોર ખોદશે તેવો ભય ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ વ્યકત કર્યો છે.

બીજા વિશ્વયુધ્ધ પછી પેનીસીલીન એન્ટિબાયોટિકસના આવિષ્કાર બાદ ૧૯૪૦ થી ૧૯૭૦ સુધીનો સમયગાળો એન્ટિબાયોટિકસ માટે સુવર્ણકાળ હતો. પરંતુ તે દરમિયાન અલગ અલગ વર્ગની તમામ એન્ટિબાયોટિકસની શોધ થઇ હતી. પરંતુ સમય જતા એન્ટિબાયોટિકસના વિરૂધ્ધમાં પ્રતિકાર ઉત્ત્પન થવા લાગ્યો હતો. જેના લીધે ઘણા બેકટેરીયા ઉપર એન્ટિબાયોટિકસની અસર સમાપ્ત થવા લાગી હતી.

કોરોનાની મહામારી દરમિયાન દુનિયાભરમાં ગભરાટ અને ડરની માત્રા વધી જવા પામી છે. જેના લીધે કોરોનાના દર્દીને એન્ટિબાયોટિકસ આપવાનું પ્રમાણ વધી ગયુ છે. એક અંદાજ મુજબ વિશ્વમાં ૭૨ ટકા કોરોનાના દર્દીઓને એન્ટિબાયોટિકસ આપવામાં આવી હતી. પરંતુ તેમાંથી માત્ર ૮ ટકા દર્દીઓનેજ બેકટેરીયાનું સંક્રમણ જોવા મળ્યુ હતુ. કોરોનાના દર્દીઓમાં એન્ટિબાયોટિકસના વધુ પડતા ઉપયોગ માટે જવાબદાર કારણોમાં ઇ્ઁઝ્રઇ ટેસ્ટના પરિણામમાં થતો વિલંબ મુખ્ય છે.

કોરોનાના ડર અને ગંભીર પરિસ્થિતિના લીધે એન્ટિબાયોટિકસનો વધુ પડતો ઉપયોગ થઇ રહ્યો છે. જેનાથી એન્ટિબાયોટિકસ રેઝીસ્ટન્ટ બેકટેરીયાની સ્ટ્રેઇન ઉભી થવાનો ખતરો છે. જે ભવિષ્યમાં માનવજાત માટે દ્યાતક બની શકે છે. હાલના સમયમાં દુનિયામાં દર વર્ષે લગભગ ૮ લાખ લોકો એન્ટીયાબોટીકસ રેઝીસ્ટન્ટ બેકટરીયાના સંક્રમણના લીધે મૃત્યુ પામે છે. વર્ષ૨૦૫૦ સુધીમાં તે આંક ૧૦ લાખને વળોટી જાય તેવી સંભાવના છે. તેવુ ડો.શિતલ મિસ્ત્રીએ ઉમેર્યુ હતુ.

એન્ટિબાયોટિકસ કયારે વાપરવી

પ્રોકેલ્સીટોનીન એ ઇન્ફલામેટરી માર્કર છે. જે બેકટેરીયાના ઇન્ફેકશનના લીધે શરીરમાં ઉત્પન થાય છે. જે બ્લડ સેમ્પલ થી ચેક કરી શકાય છે. જો તેનું લેવલ ૦.૨૫ માઇક્રોગ્રામ પર લીટર કરતા વધુ હોય તોજ દર્દીને બેકટેરીયાનું સંક્રમણ છે. તેવુ ગણીને એન્ટિબાયોટિકસ વાપરવી જોઇએ.

જયારે આ ટેસ્ટને ૩,૫,૭ દિવસે કરીને ચેક કરવુ જોઇએ અને જો પ્રોફેલ્સીટોનીનના લેવલમાં ૮૦ ટકા ઘટાડો નોંધાય તો એન્ટિબાયોટિકસ બંધ કરવી જોઇએ. કોરોનાની મહામરીમાં એકઝીથ્રોમાયસીન, ડોકસીસાઇકલીન, સીફાપરેઝોન મેરોપેનમ ટીગેસાઇકલની ટીકોપ્લેનીન જેવી ખુબજ અગત્યની દવાઓપણ પ્રયોગમુલક ઉપયોગ થાય છે. જે ખુબજ ગંભીર બાબત છે. એન્ટિબાયોટિકસના સંરક્ષણના સિધ્ધાંતોનુ ચુસ્ત પાલન કરવામાં આવશે તો ખતરાને ટાળી શકીશુ.

એન્ટિબાયોટિકસનો ઉપયોગ ઘટાડવાના સૂચનો

આરોગ્યકર્મીઓની તાલિમ થી કોરોનાના ગંભીર લક્ષ્ણો તથા બેકટેરીયલ સંક્રમણના લક્ષ્ણો જલદી સમજી શકાશે. ઇન્ફેકશન કન્ટ્રોલના માપદંડોનું પાલન થશે.મેડિકલ ઇકવીપમેન્ટનો વિવેકપુર્ણ ઉપયોગ થશે જેથી એન્ટિબાયોટિકસનો ઉપયોગ ઘટાડી શકાશે. તેમજ વેકસીન પ્રોગ્રામ ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ એચઆઇવી કન્ટ્રોલ પ્રોગ્રામ કેજે મહામારીમાં પ્રભાવિત થયા છે. તેને પુર્વવત સામાન્ય કરવાથી એન્ટીબાયોટીક રેઝીસ્ટન્ટ દ્યટાડી શકાશે. કોરોનાના ટેસ્ટીંગના રીઝલ્ટ માટેનો સમય ઓછો કરી શકાય તો પ્રયોગમુલક એન્ટિબાયોટિકસનો ઉપયોગ દ્યટાડી શકાય તેમ છે.

એન્ટિબાયોટિકસ રેઝિસ્ટન્ટ ઉત્પન થવાના કારણો

એન્ટી બાયોટીક રેેઝીસ્ટન્ટ ઉત્પન થવાના મુખ્ય કારણોમા બેકટેરીયા પોતે પોતાની કોષ દિવાલ જાડી કરી નાખે છે. તેમજ કોષદિવાસ છીદ્રાળ બનાવી દે છે. આ ઉપરાંત પોતાના જીન્સમા ફેરફાર કરી નાખે છે. તેમજ આ સાથે પ્રોટીન્સમાં પણ ફેરફાર કરે છે. અથવા એન્ટિબાયોટિકસને પચાવી નાખે તેવા કેમીકલ ઉત્પન કરે છે. એન્ટિબાયોટિકસનો ઉપયોગ પોલ્ટ્રીફાર્મમાં મરધાના વજન વધારવા તથા એકવાકલ્પરમાં માછલી તથા જીંગાના રોગને દુર કરવા માટે પણ એન્ટિબાયોટિકસનો ઉપયોગ કરવામાં આવે છે.

(10:16 am IST)