Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ડાકણના નામે બર્બરતાઃ સગા બાપે બે દીકરીના ગામ વચ્ચે કપડા ઉતાર્યા

વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમમાં હજી પણ લોકો અંધશ્રદ્ઘામાં વિશ્વાસ કરી રહ્યા છે

રાંચી, તા.૧૨: વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજી પણ લોકો અંધશ્રદ્ઘામાં વિશ્વાસ કરી રહ્યા છે. જો કોઈ વ્યકિતને સામાન્ય બીમારી થાય તો તેઓ અંધશ્રદ્ઘામાં માનતા હોય તો દવાખાને જવાના બદલે ભૂવા કે, પછી તાંત્રિક પાસે જાય છે. કોઈ વ્યકિત અલગ-અલગ પ્રકારનું વર્તન કરે તો તે વ્યકિત પર ભૂત, પ્રેત કે, પછી ડાકણનો છાયો હોવાનું પણ લોકો કહે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકો કોઈ વ્યકિત પર ભૂત પ્રેત કે, પછી ડાકણનો છાયો હોવાનું કહી તેને માર મારે છે. ત્યારે ઝારખંડના નારણપુરા ગામમાં ગામની ૩ મહિલાઓને ડાકણ કહીને મહિલાઓ સાથે હેવાનિયત અને બર્બરતા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર ઝારખંડના નારણપુરા ગામમાં રહેતી ત્રણ મહિલાઓને શુક્રવારના સમયે ગામના કેટલાક પુરુષોએ મહિલાઓને ડાકણ કહીને માર માર્યો હતો અને ત્યારબાદ મહિલાઓના કપડા ઉતારીને તેમને નાચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ બીજા દિવસે પોલીસને થતા ઝ્રઘ્ અને લ્ભ્ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પીડિત મહિલાઓના નિવેદન લઇને દોષિતોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે પીડિત મહિલાઓએ ગામના ૩૩ લોકો સામે નામજોગ અને ૫૫ લોકો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિત મહિલાઓને ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ કરી બે લોકોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નારણપુર ગામમાં પંચાયત બોલાવીને ત્રણ મહિલાઓને અર્ધનગ્ન હાલતમાં નાચવા માટે કહ્યું હતું અને મહિલાઓએ નાચવાની મનાઈ કરી તો તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગામના લોકો દ્વારા એક મહિલાની આંખ ફોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શુક્રવારે ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરી માર મારી અને કપડા વગર નચાવવાની ઘટના બન્યા બાદ જયારે શનિવારે પોલીસને ઘટના સ્થળે પહોંચી ત્યારે ગામની મહિલાઓએ પોલીસ પર હલ્લાબોલ કર્યો હતો અને એક ૪૫ વર્ષની મહિલાએ કહ્યું હતું કે, આરોપી બલી રજવારે પોતાની બંને દીકરીઓને ડાકણ કહીને એક પછી એક દીકરીના કપડાં ઉતારવાનું શરૂ કર્યુ હતું. દીકરીને ડાકણ કહી સગો બાપ કપડા ઉતારી રહ્યો હતો અને અમારા પર ચોખા ફેંકી રહ્યો હતો. જાહેરમાં અમને બેઆબરૂ કરી રહ્યો હતો.

૫૫ વર્ષની ત્રીજી પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ માં અને પુત્રના સંબંધને પણ શરમજનક પરિસ્થિતિમાં મૂકયો છે. આ ઘટનામાં અમને માર મારવામાં આવ્યો છે. ગામના લોકોએ એકઠા થઈને મારા પુત્રને તાંત્રિક ગણાવીને પકડી લીધો હતો અને ત્યારબાદ તેને પણ માર મારવા લાગ્યા હતા. જો કે, હું ભાગવામાં સફળ રહી હતી અને જો હું ન ભાગી હોત તો મારા પુત્રની આંખમાં આંખ નાખીને હું ન જોઈ શકત.

આ સમગ્ર ઘટનાને પગલે ઝ્રઘ્ રાજેશકુમાર પાઠક અને લ્ભ્ શ્રીકાંત એસ ખોટરે જણાવ્યું હતું કે, પીડિતાઓની એક જ અરજી હતી કે, દોષિતોને સજા આપવામાં આવે. દોષિતોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને બેથી ત્રણ દિવસમાં તમામ આરોપીઓ જેલમાં હશે.

(10:18 am IST)