Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મુંબઈ એરપોર્ટથી 1.15 કરોડનું સોનુ ઝડપાયું : બે વિદેશી નાગરિકોની ધરપકડ

વોશરૂમમાં છુપાવેલું 90 લાખનું સોનુ અને 24.5 લાખની કિંમતના દાગીના મળ્યા

મુંબઈ : કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 1.15 કરોડનું સોનું પકડી પાડીને બે વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. એઆઇયુના અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી.
   પ્રાપ્ત માહિતી મુજબ યુકેથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસી બાદમાં વોશરૂમમાં ગયો હતો, જ્યાં તેણે થોડો સમય વિતાવ્યો હતો. આથી એઆઇયુના અધિકારીઓને શંકા જતાં તેમણે પ્રવાસીને આંતર્યો હતો. પૂછપરછમાં પ્રવાસીએ કબૂલ્યું હતું કે તેણે રૂ. 90 લાખનું સોનું વોશરૂમમાં છુપાવ્યું છે. સોનું બાદમાં તેનો સાથીદાર અહીંથી લઇ જવાનો હતો, જે ડોમેસ્ટિક ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો.
કસ્ટમ્સ વિભાગે અન્ય એક પ્રવાસીને આંતર્યો હતો, જે દુબઇથી ફ્લાઇટમાં આવ્યો હતો. તેની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી રૂ. 24.5 લાખના દાગીના મળી આવ્યા હતા. ગયા સપ્તાહે કસ્ટમ્સ વિભાગે રૂ. 45 લાખનું સોનું જપ્ત કર્યું હતું. દુબઇથી આવેલા ત્રણ ભારતીય પ્રવાસીઓ પાસેથી આ સોનું મળી આવ્યું હતું

(11:22 am IST)