Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આજે જીએસટી કાઉન્સીલની મહત્વની બેઠક

રોકડમાં જીએસટી જમા કરાવવાની મળી શકે છે મંજૂરી

નવી દિલ્હી તા. ૧૨ : કોરોના સંકટથી મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓ અને ઉદ્યોગજગત માટે સરકાર હરસંભવ પગલા લેવા માટે તૈયાર છે. પીડબલ્યુસીના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, સરકાર ભારતીય કંપનીઓને કોવિડ-૧૯ મહામારી દરમિયાન રોકડના સંકટથી નિપટવામાં મદદ કરવા માટે રોકડ આધાર પર જીએસટી જમા કરવાની પરવાનગી આપવા પર વિચાર કરી શકે છે. રિપોર્ટ અનુસાર મહામારી દરમિયાન ઉદ્યોગોને ભવિષ્યમાં વધુ મદદ કરવા માટે સરકાર પસંદગીના ક્ષેત્રો માટે જીએસટી ચુકવણીને સસ્પેન્ડ કરવા પર વિચાર કરી શકે છે.

પીડબલ્યુસીએ રિ-ઇમેજીંગ જીએસટી એટથ્રી મથાળાવાળા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, રોકડ સહાયતાની યોજનાઓની અત્યારે જરૂર છે. સરકારે અનેક પગલા લીધા છે છતાં અનેક ક્ષેત્રો એવા છે જેને હજુ કવર કરવાના બાકી છે.

રિપોર્ટ અનુસાર કેટલાક મુખ્ય મુદ્દા પર સરકાર તુરંત ધ્યાન આપવું જોઇએ. પુરા થતાં સ્ટોક પર આઇટીસીની પાત્રતા, મધ્યસ્થ સેવાઓ અને છુટછાટવાળી યોજનાઓની કર જવાબદારી સામેલ છે.

દરમિયાન આજે જીએસટી પરિસદની એક બેઠક મળી રહી છે. જેમાં ક્ષતિપૂર્તીને લઇને સર્વસંમતિના પ્રયાસો થશે.

(11:29 am IST)