Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સેલો ગ્રુપ ફરી સ્ટેશનરી બિઝનેસમાં એન્ટ્રી કરવા સજ્જ

પાંચ વર્ષ પહેલા સ્ટેશનરી બિઝનેસ સેલો પેન્સ વેચ્યા બાદ હવે નવા પ્રોડક્ટ લોન્ચ કરશે

નવી દિલ્હી: સેલો ગ્રુપ એક વાર ફરી સ્ટેશનરી બિઝનેસમાં એન્ટ્રી કરવા જઈ રહી છે અને ભારતીય બજારમાં પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. 5 વર્ષ પહેલા ગ્રુપે પોતાના સ્ટેશનરી બિઝનેસ સેલો પેન્સ ફ્રાન્સના BIC ગ્રુપને વેચી દીધો હતો. ડિસેમ્બર 2015માં આ ડીલ 540 કરોડ રૂપિયામાં થઈ હતી. સેલો પેન્સ રાઈટીંગ ઈન્સ્ટ્રુમેન્ટ મામલે ભારતની સૌથી મોટી મેન્યુફેક્ચરર હતી.

સેલો ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ગૌરવ પી રાઠોડનું કહેવું છે કે, અમે એક અલગ બ્રાન્ડ નેમ યુનોમેક્સથી સ્ટેશનરી બિઝનેસ શરૂ કર્યો છે. 5 વર્ષ પહેલા અમે સ્ટેશનરી બિઝનેસને વેચવામાં આવ્યો હતો. અમારી વચ્ચે એક નોન-કંપીટ એગ્રીમેન્ટ થયા હતા, એટલા માટે અમે પહેલા વાળો પ્રોડક્ટ પોર્ટફોલિયો અપનાવી શકીએ નહિં.

રાઠોડે જણાવ્યું કે, સેલો ગ્રુપ હવે સ્ટેશનરી પ્રોડક્ટ્સના એક નાના પોર્ટફોલિયો એક્સપોર્ટ કરી રહ્યું છે અને કંપનીની યોજા ભારતમાં પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. અમે પહેલા એક નાના પોર્ટફોલિયો લોન્ચ કરીશું ત્યાર બાદ જેમ જેમ બિઝનેસ આગળ વધતો જશે એમ અમે વધુ પ્રોડક્ટ્સ તે પોર્ટફોલિયોમાં જોડતા જઈશું.

રાઠોડના જણાવ્યા અનુસાર, કંપનીની પોતાની નવી સ્ટેશનરી બિઝનેસ માટે એક અલગ સ્ટ્રેટેજી છે જેથી આ સેલો પેન્સથી અલગ રહે. અમે અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. સેલો ગ્રુપની યોજના દમણ, ઉત્તરાખંડ, તમિલનાડુ અને પશ્વિમ બંગાળમાં સ્થિત કારખાનાઓમાં સ્ટેશનરી પ્રોડક્ટ બનાવવાની છે. સેલો ગ્રુપ હોમ અપ્લાયન્સિસ, ગ્લાસવેર, પ્લાસ્ટિક અને સ્ટીલ હાઉસવેર, એર કુલર્સ, ક્લીનીંગ પ્રોડક્ટ્સ અને ફર્નીચર બનાવે છે.

Attachments area

(5:16 pm IST)