Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આનંદો : ગુરુવારથી તહેવારોની સીઝનમાં દોઢ મહિનો 200 વિશેષ ટ્રેનો દોડાવશે રેલવે

ટ્રેનની જરૂરિયાત, રેલ ટ્રાફિક અને કોવિડ -19 ની પરિસ્થિતિની દરરોજ સમીક્ષા :જ્યાં પણ જરૂર પડશે ત્યાં ટ્રેનો ;ચલાવાશે

તહેવારની સીઝનમાં મુસાફરોને સુવિધા આપવા માટે ભારતીય રેલવેએ 15 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે 200 વિશેષ ટ્રેન ચલાવવા જઈ રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવેએ હાલમાં બધી સામાન્ય મુસાફર ટ્રેનને અનિશ્વિતકાળ માટે રદ કરી દીધી છે. આ ટ્રેન કોરોના મહામારી દરમિયાન લોકડાઉન લાગુ થયા બાદ 22 માર્ચથી રદ છે. બાદમા રેલવેએ દિલ્હીને દેશના વિવિધ ભાગ સાથે જોડનારી 15 વિશેષ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન 12 મેથી અને લાંબા અંતરથી 100 ટ્રેનનું સંચાલન 1 જૂનથી શરૂ કર્યુ છે. 12 સપ્ટેમ્બરથી રેલવે 80 વધુ ટ્રેન પણ ચલાવી રહ્યુ છે. રેલવેએ રાજ્ય સરકારોની જરૂરિયાત અને મહામારીને જોતા મુસાફરી સુવિધાઓની દરરોજ સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.

   રેલવેએ બોર્ડના અધ્યક્ષ અને CEO વીકે યાદવને આ મહિનાની શરૂઆતમાં જણાવ્યુ હતું કે, અમે ઝોનના સામાન્ય મેનેજરો સાથે બેઠક કરી આદેશ આપ્યો છે. તે સ્થાનિક વહીવટ સાથે ચર્ચા કરી કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે. તેમની પાસેથી એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને તેના આધારે તહેવારની સીઝનમાં કેટલી ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. હાલમાં અમારો અંદાજ છે કે, આશરે 200 ટ્રેનો દોડશે, પરંતુ આ સંખ્યા હજી વધારે હોઈ શકે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી પેસેન્જર ટ્રેનની વાત છે, તો અમે ટ્રેનની જરૂરિયાત, રેલ ટ્રાફિક અને કોવિડ -19 ની પરિસ્થિતિની દરરોજ સમીક્ષા કરશું. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે ટ્રેનો ચલાવીશું.

(7:33 pm IST)