Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

' રાઈટ ઓફ પ્રાઇવસી એક્ટ ' : ચાઇનીસ કંપનીઓ દ્વારા નવા તૈયાર કરાયેલા એન્ડ્રોઇડ ફોનમાં ડેટા સંગ્રહ કરતી એપ કલમ 21 ના ભંગ સમાન : અગાઉથી ઇન્સ્ટોલ કરાયેલી અને દૂર ન કરી શકાતી આ એપ દ્વારા સંગ્રહિત કરાતા ડેટાના ઉપયોગ સામે સવાલ : મોબાઈલ વપરાશકર્તાની ગોપનીયતા જાળવી રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

ન્યુદિલ્હી :   ચાઇનીસ કંપનીઓ દ્વારા નવા તૈયાર કરાયેલા એન્ડ્રોઇડ ફોનમાં  અગાઉથી મૂકી દેવામાં આવેલ ડેટા સંગ્રહ એપ સંવિધાનની કલમ 21 મુજબ વ્યક્તિની ગોપનીયતા જાળવી રાખવાના એટલેકે રાઈટ ઓફ પ્રાઇવસીના ભંગ સમાન હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં  પિટિશન દાખલ કરવામાં આવી  છે.
જતીન રાણા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ભારતના સ્માર્ટફોન ઉત્પાદકોને તેમની પ્રાદેશિક ભાષાઓમાં બાહ્ય પેકેજીંગમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલ તમામ મોબાઇલ એપ્લિકેશનનો ખુલાસો કરવા  જરૂરી માર્ગદર્શિકા ઘડવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ  નિર્દેશો માંગ્યા છે.

પિટિશનમાં સ્માર્ટફોન ઉત્પાદકોને તે દર્શાવવા માટેના નિર્દેશોની પણ માંગ કરવામાં આવી છે કે તેઓ ભારતીય નાગરિકો પાસેથી એકત્રિત કરેલા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે અને શું તેઓ આ ડેટાને સંગઠનોના હાથમાં આવવાથી બચાવશે કે જેનો તેનો દુરૂપયોગ થઈ શકે.આ  અરજીકર્તાને ભારતીય સ્માર્ટફોન વપરાશકર્તાઓની ગુપ્તતા અને ડેટા ચોરી અંગે ચિંતા છે જે ચીની સ્માર્ટફોન કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે.વિશેષમાં જણાવવામાં આવ્યું  છે કે તાજેતરમાં, અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (એસીએલયુ) અને યુકે સ્થિત પ્રાઇવેસી ઇન્ટરનેશનલ સહિત 50 થી વધુ પ્રાઇવેસી સિક્યુરિટી જૂથોએ નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે આવતા પ્રિ-ઇન્સ્ટોલ કરેલા એપ્લિકેશન્સ અંગે ગૂગલને પત્ર લખ્યો હતો.

અગાઉથી ઇન્સ્ટોલ કરાયેલી આ એપ દૂર કરી શકતી નથી.તેથી વપરાશકર્તાઓનો ડેટા તેમની સંમતિ વિના ખોલી શકે છે.તેથી આ ડેટાનો શું ઉપયોગ થઇ રહ્યો છે તે અંગે તપાસ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરાઈ છે . મોબાઈલ કંપનીઓ દ્વારા અગાઉથી મુકાયેલી તથા દૂર કરી ન શકાતી આ એપ્સ આર્ટિકલ 21 મુજબ ગોપનીયતાના ભંગ સમાન છે.તેથી બધા સ્માર્ટ ફોનમાં તેમના મેન્યુઅલ અથવા બાહ્ય પેકેજિંગ વિશે સંપૂર્ણ ખુલાસો હોવો  આવશ્યક છે તેવી અરજદારે રજુઆત કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(8:23 pm IST)