Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

GST કલેક્શનમાં ઘટાડો થવાને કારણે આવક ઓછી :કેન્દ્રએ નહીં , રાજ્યોએ લોન લેવી પડશે

કેન્દ્ર સરકારે કહ્યું અમે રાજ્યોના દેવાનો ભાર નહીં ઉપાડી શકીએ: GST વળતર ચુકવણી પર સહમતિ સધાઈ નહીં : બે વિકલ્પો પર બેઠકમાં બધા રાજ્યો એકમત નથી

 

નવી દિલ્હી : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેઠક બાદ કહ્યું કે રાજ્યો GST વળતર ચુકવણી પર સહમતિ સધાઈ નહોતી. આ બાબતે સ્પષ્ટ છે કે GST કલેક્શનમાં ઘટાડો થવાને કારણે ઓછી થતી આવક માટે રાજ્યોએ આ વર્ષે લોન લેવી પડશે. કેન્દ્ર સરકાર આ માટે લોન નહીં લે. તે જ સમયે, GST વળતર સેસ 5 વર્ષથી વધુ સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ ની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલની બેઠક પૂરી થઈ છે. મીટીંગ દરમિયાન GST કલેક્શન ના અભાવને કારણે મહેસૂલી ખોટની ભરપાઇ કરવા રાજ્યોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવી શક્યો નથી. હકીકતમાં, નુકસાનની પુનપ્રાપ્તિ અંગે કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવેલા બે વિકલ્પો પર બેઠકમાં બધા રાજ્યો એકમત ન હતા.

નાણામંત્રી નિર્મલા સીતારામને બેઠક બાદ જણાવ્યું હતું કે GST વળતર ની ચુકવણી અંગે તમામ રાજ્યોમાં સહમતિ નથી. આ બાબતે સ્પષ્ટ છે કે GST કલેક્શનમાં ઘટાડો થવાને કારણે ઓછી થતી આવક માટે રાજ્યોએ આ વર્ષે લોન લેવી પડશે. આ માટે કેન્દ્ર સરકાર લોન લેશે નહીં.

મીટિંગ દરમિયાન સેસ, સેસ કલેક્શન અને સેસ કલેક્શન પીરિયડ જેવા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે GST વળતર સેસ 5 વર્ષથી વધુ સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યોએ આ ઉધાર સેસ દ્વારા ચૂકવવું પડશે. આનાથી તેમના પર કોઈ વધારાનો ભાર નહીં પડે. તેમણે તમામ રાજ્યોને આ મામલે સંમત થવાની અપીલ કરી.

(12:23 am IST)