Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિશ્વમાં કોરોના 2.91 કરોડ કેસ : 9,28 લાખ લોકોના મોત : છેલ્લા 24 કલાકમાં 2,43 લાખ નવા કેસ નોંધાયા

2.10 કરોડ લોકો રિકવર થયા : 72 લાખથી વધુ એક્ટીવ કેસ : ભારતમાં ઝડપથી વધતા નવા કેસ

નવી દિલ્હી : વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો હજું પણ ટળ્યો નથી. દરરોજ બે લાખથી વધારે કેસ આવી રહ્યા છે અત્યાર સુધીમાં 2,91 કરોડ કેસ નોંધાઈ ચુક્યા છે તેમાંથી  બે કરોડથી વધારે લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 2.43 લાખ નવા કેસ સામે આ્વયા છે અને 3905 લોકોના જીવ ગયા છે.

  વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 9.28 લાખે પોતાનો જીવ ગુમાવ્યો છે તો 2.10 કરોડ લોકો સાજા થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં 72 લાખથી વધારે એક્ટિવ કેસ છે એટલે કે હાલમાં આટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
 અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં કોરોના મહામારી સૌથી ઝડપથી વધી રહી છે. જોકે કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 67 લાખથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 14 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસમાં નંબર-2 સ્થાન પર પહોંચેલ ભારતમાં દરરોજ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

(10:36 am IST)