Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભૂતપૂર્વ ડ્રાઇવરનો ખુલાસો

ખુશમિજાજ હતો સુશાંત સિંહ રાજપૂત : ન્હોતો લેતો ડ્રગ્સ

દિવંગત એકટર ડિપ્રેશનમાં ન હતો : તે શૂટિંગમાં વ્યસ્ત રહેતો હતો

મુંબઇ,તા.૧૪: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ચાલી રહેલી સીબીઆઈ તપાસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને નવી નવી વાતો સામે આવી રહી છે. આ કેસમાં ડ્રગ્સને લઈને તપાસ ચાલી રહી છે. સુશાંતની સાથે જોડાયેલા ઘણા લોકોની અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના ભૂતપૂર્વ ડ્રાઈવરે પણ સીબીઆઈ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. સુશાંતનો ભૂતપૂર્વ ડ્રાઈવર અનિલ રવિવારે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં જોવા મળ્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે તે જયારે સુશાંત સાથે હતો ત્યારે અભિનેતા એકમદ ખુશમિજાજ અને ઘણો એકિટવ હતો. રિયા ચક્રવર્તીના સુશાંત ડ્રગ્સ લેતો હોવાની વાતથી તદ્દન અલગ અનિલે જણાવ્યું હતું કે સુશાંત ડ્રગ્સ ન હતો લેતો.

મીડિયા સાથેની વાતચીતમાં અનિલે જણાવ્યું હતું કે, સુશાંત ડ્રગ્સ ન હતો લેતો અને ડ્રગ પાર્ટીઓમાં પણ જતો ન હતો. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે સુશાંત સ્મોકિંગ કરતો હતો પરંતુ તેની સામે તેણે કયારેય ડ્રગ્સ લીધું ન હતું. અનિલે તે પણ કહ્યું હતું કે સુશાંત ડીપ્રેશનમાં હોય તેવા કોઈ સંકેત તેને જોવા મળ્યા ન હતા. તે દ્યણો જ એકિટવ અને પોતાના શૂટિંગમાં વ્યસ્ત રહેતો હતો.

સુશાંત કેસની તપાસના સંદર્ભમાં ચાલી રહેલી ડ્રગ્સ કેસની તપાસમાં હાલમાં ભાયખલ્લાની જેલમાં બંધ રિયા ચક્રવર્તીએ ડ્રગ સ્કેન્ડલમાં સામેલ બોલિવૂડના દ્યણા નામો જાહેર કર્યા છે. તેણે એનસીબી સમક્ષ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામો લીધા હતા. સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે અને તેની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી. રિયાએ ડ્રગ્સને લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સના નામ એનસીબી સમક્ષ જાહેર કર્યા છે.મીડિયા અહેવાલ પ્રમાણે રિયાએ જણાવ્યું હતું કે સુશાંતને પ્રથમ વખત એક ટોચના ફિલ્મ મેકરે ડ્રગ્સની ઓળખ કરાવી હતી. ત્યારબાદ તે તેને પાર્ટીઓમાં લઈ જતો હતો જયાં તે કોકેન, એલએસડી અને મારિજુઆના જેવા ડ્રગ્સનું સેવન કરી શકે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંતનું લોનાવાલાનું ફાર્મહાઉસ ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો દ્વારા ડ્રગ પાર્ટીઓ માટે ઉપયોગમાં લેવાતું હતું. સુશાંતનો કેસ દિવસેને દિવસે અણધાર્યા વળાંક લઈ રહ્યો છે. આત્મહત્યાની તપાસથી શરૂ કરીને હવે આ કેસ ડ્રગ સ્કેન્ડલ સુધી પહોંચી ગયો છે. તેમાં પણ રિયા ચક્રવર્તીએ દ્યણા સ્ટાર્સનું નામ જાહેર કર્યું છે. અમારી સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉએ અગાઉ જણાવ્યું હતું કે રિયાએ બોલિવૂડના ટોચના ૨૫ નામો આપ્યા છે. હવે એનસીબી ટૂંક સમયમાં ડ્રગ કેસમાં આ લોકોની પૂછપરછ કરી કરશે.

(11:48 am IST)