Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દિલ્હી હિંસાઃ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ

૧૧ કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની દિલ્હી હિંસા મામલે ષડયંત્રકાર તરીકે ધરપકડ કરી છે

નવી દીલ્હી,તા.૧૪: દિલ્હી હિંસા મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે વધુ એક ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલે તોફાનોમાં કથિત ભૂમિકાના આરોપમાં મોડી રાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ  કરી છે. આ ધરપકડ  Unlawful Activities Prevention Act (UAPA) હેઠળ થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખાલિદની ૧૧ કલાક લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે.

ઉમર ખાલિદને સમન પાઠવીને બોલાવવામાં આવ્યો હતો. આ બાજુ ઉમર  ખાલિદની ધરપકડ બાદ યુનાઈટેડ અગેન્સ્ટ હેટ ગ્રુપે નિવેદન બહાર પાડ્યું છે. તેણે કહ્યું છે કે ૧૧ કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની દિલ્હી હિંસા મામલે ષડયંત્રકાર તરીકે ધરપકડ કરી છે.

ઉમર ખાલિદ સૌથી પહેલા ૨૦૧૬જ્રાક્નત્ન જેએનયુમાં થયેલી કથિત દેશવિરોધી નારેબાજીથી ચર્ચામાં આવ્યો હતો. તે વખતે પણ તેની ધરપકડ થઈ હતી. તે જેએનયુના પૂર્વ છાજ્ઞ સંઘ અધ્યક્ષ કનૈયા કુમારની સાથે દેશદ્રોહના કેસના મુખ્ય આરોપીઓમાં પણ સામેલ છે.

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ ૨૪ ફેબ્રુઆરીના રોજ ઉત્ત્।ર-પૂર્વ દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતાં. જેમાં ઓછામાં ઓછા ૫૩ લોકોના મોત થયા હતાં. જયારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

દિલ્હી પોલીસે રવિવારે કહ્યું કે તે ફેબ્રુઆરીમાં ઉત્ત્।ર-પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનોમાં સામેલ તે તમામ લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે જે હિંસા ફેલાવવાના ષડયંત્રમાં સામેલ હતાં અને સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક ઉન્માદ ભરવાની કોશિશ કરી રહ્યાં હતાં. એક અધિકારીના નિવેદન મુજબ વિભિન્ન હિત સમૂહ સોશિયલ મીડિયા મંચ અને અન્ય ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને તોફાનોની તપાસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

(11:58 am IST)