Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

" યુ.પી.સ્પેશિઅલ સિક્યુરિટી ફોર્સ " : રાજ્યમાં વધી રહેલા અપરાધોની નાબુદી માટે યોગી સરકારે SSP ફોર્સની રચના કરી : કોઈપણ જાતના વોરંટ વિના શકમંદ વ્યક્તિની ધરપકડ કરી તલાશી લઇ શકશે : પોલીસ ડિપાર્ટમેન્ટ કરતા વધુ સત્તા

લખનૌ : યોગી સરકારે રાજ્યમાં વધી રહેલા અપરાધોની નાબુદી માટે ખાસ " યુ.પી.સ્પેશિઅલ સિક્યુરિટી ફોર્સ "ની રચના કરી છે.જે કોઈપણ જાતના વોરંટ વિના કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકશે તથા તલાશી લઇ શકશે.આ  SSP ફોર્સને પોલીસ ડિપાર્ટમેન્ટ કરતા વધુ સત્તા આપવામાં આવી છે.
26 જૂનના રોજ યોગી સરકારની કેબિનેટમાં ઉપરોક્ત ફોર્સને માન્યતા આપી દેવાઈ છે.જેના ઉપરી તરીકે એડીજી કક્ષાના અધિકારી ફરજ બજાવશે
આ ફોર્સ રાજ્યની સરકારી ઇમારતો ,ઓફિસો ,તથા ઉદ્યોગ ગૃહોની સુરક્ષા કરવાની જવાબદારી સંભાળશે . કોઈ વ્યક્તિ કે સમૂહ પણ આ ફોર્સની સેવા લઇ શકશે.અલબત્ત આ માટે તેણે નક્કી કરેલો ચાર્જ ચૂકવવાનો રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:12 pm IST)