Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હેલ્થ ઇન્સ્યોરન્સ થઇ શકે છે સસ્તો

નેશનલ ડીજીટલ હેલ્થ મિશન દ્વારા બનાવાશે ડીજીટલ હેલ્થ પ્રોફાઇલ : પોલિસી ધારક અને ઇન્સ્યોરન્સ કંપની બન્ને માટે ફાયદાકારક યોજના

નવી દિલ્હી તા. ૧૪: લોકોના ડીજીટલ હેલ્થ પ્રોફાઇલ બનાવવાના ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવેલછ નેશનલ ડીજીટલ હેલ્થ મિશન પોલિસી ધારકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ બન્ને માટે ફાયદાકારક બનશે તેનાથી ઇન્સ્યોરન્સ કંપનીઓને પોતાના ઉત્પાદનોની સારી કિંમત નકકી કરવામાં મદદ મળશે. ઇરડાના સભ્ય (નોન લાઇફ ઇન્સ્યોરન્સ) ટી એલ અલમાલૂએ કહ્યું કે આ મિશન લાગુ થયા પછી હેલ્થ ઇન્સ્યોરન્સની કિંમતો ઘટી શકે છે.

હાલમાં જ સરકારી આ મિશનની જાહેરાત કરી છે અને ઇન્સ્યોરન્સ કંપનીઓએ તેનો લાભ ઉઠાવવો જોઇએ. કંપનીઓએ લોકોને આ પ્લેટફોર્મ પર આરોગ્ય રેકોર્ડ શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે કહ્યું કે વર્તમાન હેલ્થ ઇન્સ્યોરન્સની કિંમતો જૂના અનુભવોના આધારે નકકી થાય છે ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે ઉત્પાદનોની કિંમતો નકકી કરવા માટે પુરા ડેટા ઉપલબ્ધ નથી હોતા જેના લીધે કંપનીના નુકસાનનો રેશીયો વધી જાય છે. (૭.૩૩)

હેલ્થ મિશનના લાભ

 એક હેલ્થ આઇડી મળશે.

 આ આઇડીમાં તમારો પર્સનલ હેલ્થ કેર રેકોર્ડ હશે.

 ડોકટરની સુવિધા મળશે.

 તમારી આરોગ્ય સુવિધાઓ રજીસ્ટર કરાશે.

 ટેલી-મેડીસીનની સુવિધા મળશે.

(2:50 pm IST)