Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરાના થયા પછી દર્દીના ફેફસા પર વધુ અસરઃ દર્દીઓના ફેફસામાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધુ

નવી દિલ્હી, તા.૧૪: કોરોનાને મ્હાત આપીને સાજા થયેલાં દર્દીઓના ફેફસા પર સૌથી વધુ અસર થઇ રહી છે તેવા તારણો બહાર આવ્યાં છે. ગુજરાતમાં કોરોનાના સાજા થયેલાં દર્દીઓમાં ફેફસામાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધુ હોવાનુ તબીબોના અભ્યાસમાં જાણવા મળ્યુ છે જેના કારણે આવા દર્દીઓ માટે પોસ્ટ કોવિડ પલ્મોનરી રિબેબિલિટેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, દર્દીઓ ઘેર બેઠા કસરત કરી શકે તે માટે ખાસ વિડીયો બનાવવામાં આવનાર છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જોકે, રાજયમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને હવે ૮૨ ટકાએ પહોંચ્યો છે. કોરોનાના સાજા થયેલાં દર્દીઓમાં એવુ જોવા મળી રહ્યુ છે કે, તેઓ પહેલાની જેમ કામ કરી શકતા નથી. થોડુક કામ કરે તો થાક લાગે, સ્નાયુનો દુખાવો થાય, શ્વાસ ચડે આવી ફરિયાદો વધી છે.

ડોકટરોના અભ્યાસમાં એવા તારણો બહાર આવ્યાં છે કે, કોરોનાના સાજા થયેલાં દર્દીઓમાં હૃદય,કિડની પર પણ અસર પહોચી છે.એટલું જ નહીં, કોરોના થયા બાદ દર્દીને સૌથી વધુ ફેફસા પર અસર થાય છે. ફેફસા નબળા થાય તેવા દર્દીઓને કસરત જરૂરી છે. કોવિડ ટાસ્ટ ફોર્સના સભ્ય ડો.તુષાર પટેલે જણાવ્યુ કે, જો ફેફસા મજબૂત ન હોય તો સાજો થયેલો દર્દી પહેલાની જેમ કામ કરી શકતો નથી તેવા દ્યણાં કેસો સામે આવ્યા છે.

આ સ્થિતીને જોતાં પલ્મોનરી રિહેબિલીટેશન પ્રોગ્રામ શરૂ કરાયો છે જેના ભાગરૂપે રાજયની પાંચ ફિઝિયોથેરેપી કોલેજોમાં ૫૭ સરકારી ફિઝીયોથ્રાપિસ્ટને તાલીમ આપવામાં આવી છે.હવે બીજા તબક્કામાં ખાનગી ફિઝિયોથેરાપિસ્ટને તાલીમ આપવા નક્કી કરાયુ છે. ડો.નરેન્દ્ર રાવલનુ કહેવુ છેેકે, કોરોનાથી સાજા થયા બાદ દર્દીને ફેફસામાં ફાઇબ્રોસિસ થાય છે.

કોરોના થાય એટલે ફેફસામાં નાના નાના ન્યુમોનિયા થાય જેને રૂઝ આવતાં ડાદ્ય પડે છે. ફેફસાના કોષો નાશ પામ છે તેના સૃથાને ફાઇબ્રોસિસના કોષ આવે જેને પલ્મોનરી ફાઇબ્રોસિસ કરે છે. ન્યૂમોનિયા થયો હોય તેમને ફાઇબ્રોસિસ થવાના ચાન્સ વધુ હોય છે. આ સંજોગોમાં દવાથી પણ ફાઇબ્રોસિસ મટી શકે છે. આ ઉપરાંત દર્દીના ફેફસા પહેલાની જેમ કાર્યરત થાય અને મજબૂત થાય તે માટે આ પલ્મોનરી રિહેબિલિટેશનએ પણ શ્રેષ્ઠ ઉપાય છે.

(3:44 pm IST)