Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉન સમયે કેટલા પ્રવાસી મજુરોના થયા મોત ? સરકારે કહ્યું, ખબર નહી

સંસદમાં વિપક્ષ તરફથી પૂછવામાં આવ્યા અનેક સવાલ

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના કાળ વચ્ચે સંસદના મોનસુન સત્રનો આજથી પ્રારંભ થઇ ચૂકયો છે. કોરોના મહામારીના કારણે આ વખતના સત્રમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો મચ્યો હતો. તેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા આ વખતે લેખિત રીતે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના મામલાને ઉઠાવીને બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું કે, આ અંગેના કડક કાર્યવાહી કરીને ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઇએ. યુવા પેઢીને બરબાદ કરવામાં આવી રહ્યા છે. સરકારે તેમાં કડક કાર્યવાહી કરવી જોઇએ. તેમજ કોરોના અંગે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં કહ્યું છે કે તેઓએ કહ્યું કે વધુ પડતા કેસ અને મૃત્યુ મુખ્ય રૂપે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, પ.બંગાળ, બિહાર, તેલંગાણા, ઓડિશા, આસામ, કેરળ અને ગુજરાતમાં થયા છે. તેઓએ કહ્યું અમારા પ્રયત્નોના લીધે દેશમાં કોરોના પર કાબુ મેળવાયો છે.

કોરોના સંકટકાળ અને લોકડાઉન વચ્ચે પ્રવાસી મજુરો પર સંકટ આવ્યું હતું. સરકારને આ મુદ્દા પર સવાલ કરવામાં આવ્યા. વિપક્ષે કેટલાક સાંસદો વચ્ચે થયેલા પ્રવાસી મજુરોના મોતના આંકડાની જાણકારી માંગી તેના પર સરકારે કહ્યું કે, તેઓ પાસે એ પ્રકારની માહિતી નથી.

લોકડાઉન દરમિયાન પ્રવાસી મજુરોના મુદ્દા પર સવાલ હતા કે શું સરકાર પ્રવાસી મજુરોના આંકડાને ઓળખવામાં ભુલ થઇ છે. શું સરકાર પાસે એવો કોઇ આંકડો છે કે લોકડાઉન દરમિયાન કેટલા મજુરોના મોત થયા છે કારણ કે હજારો મજુરોના મરવાની વાત સામે આવી છે. આ ઉપરાંત સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકારે દરેક રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં રાશન આપ્યું છે. જો જવાબ હા હોય તો તેની જાણકારી આપવા કહ્યું.

બીજી બાજુ રાશનના મુદ્દા પર પણ મંત્રાલય તરફથી રાજ્યવાર આંકડો ઉપલબ્ધ ન થવાની વાત કહી છે પરંતુ ૮૦ કરોડ લોકોને પાંચ કિલો ચોખા, ઘઉં, એક કિલો દાળ નવેમ્બર ૨૦૨૦ સુધી આપવાની વાત કહેવામાં આવી છે. તે હેઠળ સરકાર દ્વારા લોકડાઉનના સમયે ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત પેકેજ, ઇપીએફ સ્કીમ હેઠળ કરેલા નિર્ણયોની જાણકારી આપવામાં આવી છે.

(3:48 pm IST)