Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ડ્રગ્સ મામલે બોલિવૂડનું કોઇ લિસ્ટ તૈયાર કર્યું નથીઃ NCB

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્પષ્ટતા : સારા અલી ખાન, રકુલ પ્રીત અને સિમોન ખંબાટાના નામ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવતીએ લીધા હોવાની ચર્યા હતી

મુંબઈ,તા.૧૪ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ લિંક સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તપાસ રૂ કરી છે. કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. રિયાની ધરપકડ બાદ અહેવાલો હતા કે, તેણે ૨૫ બોલિવુડ સેલેબ્સના નામ એનસીબીને આપ્યા છે.રિપોર્ટ મુજબ, રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાના નામ લીધા હતા. કથિત રીતે ત્રણેય ડ્રગ્સ લેતા હોવાનો દાવો રિયાએ કર્યો હતો. જો કે, હવે એનસીબીએ વાત નકારી છે. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું છે કે, તેમણે હજી સુધી બોલિવુડ સેલિબ્રિટીઝની કોઈ યાદી તૈયાર કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે, અગાઉ તૈયાર કરાયેલું લિસ્ટ ડ્રગ પેડલર્સનું હતું, જેને બોલિવુડ લિસ્ટમાં ખપાવી દેતાં ગેરસમજ ઊભી થઈ હતી. અગાઉ રિપોર્ટ્સ હતા કે, રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ બોલિવુડના વિવિધ એક્ટર્સ, ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરોના નામ લીધા હતા.

          જેમની કથિત રીતે ડ્રગ પેડલર્સ સાથે કોઈ લિંક હતી. રિયાએ બોલિવુડના લગભગ ૨૫ -લિસ્ટ સેલેબ્સના નામ લીધા હતા જેઓ ડ્રગ્સ મગાવતા હતા અને લેતા હતા અને એનસીબી તેમને સમન્સ પાઠવશે તેવી ચર્ચા મીડિયામાં હતી. જો કે, હવે આવા કોઈ નામ કે લિસ્ટ તૈયાર ના કર્યા હોવાનો ખુલાસો એનસીબીએ કર્યો છે. જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. મુંબઈની સ્પેશિયલ કોર્ટે શુક્રવારે રિયા અને તેના ભાઈ શોવિકની જામીન અરજી ફગાવી હતી. હવે જામીન મેળવવા માટે રિયા અને શોવક હાઈકોર્ટમાં અરજી કરશે. હાલ તો રિયા ૨૨ સપ્ટેમ્બર સુધી ભાયખલા જેલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, પૂછપરછ દરમિયાન રિયા અને શોવિકે સ્વીકાર્યું છે કે તેઓ સુશાંત માટે ડ્રગ્સ લાવતા હતા. મહત્વનું છે કે, સુશાંતના મોત મામલે મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ કરી રહેલી ઈડીને રિયાના મોબાઈલમાંથી ડ્રગ ચેટ મળી આવી હતી. રિપોર્ટ મુજબ, બાદમાં ઈડીએ ચેટ એનસીબીને આપી હતી અને કેસમાં ડ્રગ્સ મામલે તપાસ રૂ થઈ હતી. હાલ દેશની ત્રણ એજન્સીઓ સીબીઆઈ, ઈડી અને એનસીબી સુશાંતના મોત મામલે વિવિધ એંગલથી તપાસ કરી રહી છે.

(7:35 pm IST)