Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સંસદ સભ્યો તથા ધારાસભ્યો વિરુદ્ધ ગંભીર ગુનાઓ હેઠળ ચાલી રહેલા કેસની વિગત બે દિવસમાં રજૂ કરો : દેશના તમામ રાજ્યોની હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ : સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયા મુજબ વર્તમાન તથા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો ઉપર લાંબા સમયથી ચાલી રહેલા કેસની સંખ્યા 4442

 ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટએ રાજ્યોની હાઇકોર્ટોને સંસદ સભ્યો તથા ધારાસભ્યો વિરુદ્ધ સ્પેશિઅલ લો અંતર્ગત ચાલી રહેલા કેસની વિગત બે દિવસમાં આપી દેવાનો આદેશ કર્યો છે.
અશ્વિની કુમાર ઉપાધ્યાયએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં આવા સાંસદો તથા ધારાસભ્યો માટે આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવા અરજ કરી છે.
આથી કર્ણાટક ,મધ્ય પ્રદેશ ,તામિલનાડુ ,દિલ્હી ,ઝારખંડ ,તથા ગૌહાટી હાઇકોર્ટ સિવાયની દેશની તમામ હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટએ ઉપરોક્ત આદેશ કર્યો છે.
સીનીઅર એડવોકેટ વિજય હંસારીએ કોર્ટને આપેલી વિગતના આધારે સુપ્રીમ કોર્ટના નામદાર જજશ્રી એન.વી.રામન , આર.સુભાષ રેડ્ડી, તથા શ્રી એમ.આર.શાહએ જણાવ્યા મુજબ   વર્તમાન તથા પૂર્વ મળી કુલ 4442 સાંસદો તથા ધારાસભ્યો વિરુદ્ધના કેસ લાંબા સમયથી જુદી જુદી હાઇકોર્ટમાં પડતર છે.જે પૈકી 2556 વર્તમાન સાંસદો તથા ધારાસભ્યો છે. આ સાંસદો તથા ધારાસભ્યો  ઉપર ચાલી રહેલા કેસ પૈકી 413 કેસ આજીવન કેદની સજા થઇ શકે તેવા છે.જે પૈકી 174  વર્તમાન સાંસદો તથા ધારાસભ્યોના છે.જેનો નિકાલ થવામાં અસાધારણ વિલંબ થઇ રહ્યો હોવાનું જણાય છે.આ ત્રણે જજની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને પંજાબની હાઇકોર્ટમાં તો અનેક કેસ 1980 ની સાલથી પડતર છે.જયારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં અમુક કેસ 1991 ની સાલથી પડતર છે.તથા પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 1981 અને 1983 ની સાલના અનેક કેસ પડતર છે.
જેના અનુસંધાને પિટિશનર અશ્વિની કુમારએ આ સાંસદો તથા ધારાસભ્યો માટે આજીવન ચૂંટણી લડવા અને પેનલ્ટી ફટકારવા અરજ કરી છે.તથા આવા કેસોનો ઝડપી નિકાલ કરાવવા અરજી કરી છે.જેના અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટોને બે દિવસમાં આવા કેસની વિગત રજૂ કરવા આદેશ કર્યો છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)