Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૧ લી ઓકટોબરથી અમલી બનેલા TCSને પગલે જવેલર્સની મુશ્કેલીમાં વધારો થશે

નાના બુલિયન ટ્રેડર્સ અને જવેલર્સના ડુચા નીકળી જશે

નવી દિલ્હી,તા.૧૪: સોના- ચાંદીના વ્યવહારો પર તા. ૧ ઓકટોબરથી ૦.૦૭૫ ટકા ટેકસ કલેકશન એટ સોર્સ (TCS) લાદવાને કારણે જવેલર્સ અને સોના- ચાંદીના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે. લોકડાઉનને પગલે ધંધામાં ઘેરી મંદીનો સામનો કરી રહેલા જવેલર્સને ર્વિંકગ કેપિટલની પણ ભારે ખેંચ પડે તેવી શકયતા છે. ૦.૦૭૫ ટકા TCSના અમલ નાના બુલિયન ટ્રેડર્સ અને જવેલર્સ માટે નુકસાનકારક પુરવાર થશે, તેવું સોના- ચાંદીના ઉઘોગના નિષ્ણાંતો અને વિશ્લેષકોનું કહેવું છે.

TCSલાદવા અંગે ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના હોદ્દેદારે કહ્યું કે, TCSના અમલનો સ્પષ્ટ અર્થ છે કે, ખૂબ ઓછા- પાતળા માર્જિનથી ધંધો કરતા નાના બુલિયન વેપારીઓ અને જવેલર્સે તેમના નફા કરતાં વધુ નાણાં ટેકસ પેેટે ચૂકવવા પડશે. હાલના સોનાના ભાવે કિલો દીઠ સોના પર માંડ રૂ. ૧,૫૦૦ જેટલું માર્જિન રહેશે જયારે તેમની ટેકસ જવાબદારી લગભગ બમણી થઈ જશે. ઉપરાંત તેનું રીફંડ મેળવવામાં સરેરાશ ૧૮ મહિનાથી વધુ સમય લાગશે. આના કારણે જવેલર્સની ર્વિંકગ કેપિટલ સલવાઈ જશે અને તેના કારણે ધંધો કરવાનું મુશ્કેલ બનશે. જો સરકાર ટેકસ વસૂલવા ઈચ્છતી હોય તો સોનાની આયાત પર વધારાનો ટેકસ લાદવો જોઈએ.

બુલિયન વેપારીઓનું કહેવું છે કે, TCS લાદવાને પગલે અનઅધિકૃત ચેનલ્સ મારફતે સોનું મેળવવાની પ્રવૃત્ત્િ।ને પ્રોત્સાહન મળશે અને તેના કારણે રાજયની તિજોરીને નુકસાન થશે. જવેલર્સ ચોક્કસ પ્રોફિટ- માર્જિન સાથે કામકાજ કરતા હોવાને લીધે તેમને TCS સામે કેટલીંક રાહત મળશે. જોકે, જોબવર્કમાં કામકાજ કરતા નાના વેપારીઓ- સોનીઓને ખૂબ જ માઠી અસર થશે.

લોકડાઉન અમલી બનવાને પગલે સોના-ચાંદીનાના ભાવમાં સતત વધારો થવાને કારણે ૨૦૨૦ના વર્ષમાં સોના- ચાંદીના દાગીના- જવેલરીની માંગને ભારે ફટકો પડયો છે. અનલોક શરૂ થયા પછી પણ સોના- ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો.

(10:35 am IST)