Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આગામી દિવસોમાં મધ્ય - દક્ષિણ ભારતના રાજયોમાં વરસાદી માહોલ જોવા મળશે

દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડશેઃસ્કાયમેટનો નિર્દેશ

નવી દિલ્હીઃ એકસાથે બે-બે સીસ્ટમ્સ વિકસીત થવાથી આગામી દિવસોમાં દેશના મધ્ય અને દક્ષિણ ભારતના રાજયોમાં વરસાદી માહોલ જોવા મળશે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયું છે.

બંગાળની ખાડી અને અરબી-સમુદ્રમાંથી જે સીસ્ટમ્સ બનવાની છે જેથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરીથી સક્રિય બની રહયું છે જો કે બંગાળની ખાડીમાંથી લોપ્રેસર અને ડીપ્રેશન અગાઉ બની ગઇ છે અને હવે બનનાર સીસ્ટમ્સ ડીપડીપ્રેશન બન્યા વાવાઝોડા સ્વરૂપે બનનાર છે અને  જો વાવાઝોડુ બનશે તો તેનુ નામ 'ગતિ' રાખવામાં આવશે.

આ દરમિયાન હાલનું ડીપ્રેશન જે મહારાષ્ટ્ર ઉપર છે જે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વના ભાગોમાં આવતીકાલે ૧૬મીએ પહોંચશે. જે વેલમાર્ર્ક લોપ્રેસર ત્યારબાદ ડીપડીપ્રેશન બની શકે છે. એક સાથે બબ્બે સીસ્ટમ્સના વિકસીત થવાના કારણે મધ્ય અને દક્ષિણ ભારતમાં એકધારો વરસાદી માહોલ જોવા મળશે. જો કે સંભવીત વાવાઝોડુ જે બંગાળની ખાડીમાં બનવાનું છે જેનો ટ્રેક કંઇ તરફનો રહેશે એ જોવાનું રહેશે.

આગામી ૪૮ કલાક દરમિયાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના દક્ષિણના ભાગો તેમજ કર્ણાટક, કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે કોંકણ, ગોવામાં કોઇ-કોઇ જગ્યાએ ભારે વરસાદની શકયતા છે.

જયારે ઓરીસ્સા, તેલંગણામાં વરસાદી એકટીવીટીમાં ઘટાડો જોવા મળશે.

(2:39 pm IST)