Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

એક વર્ષમાં વંદે ભારત ટ્રેને પૃથ્વી ફરતે 310 ચક્કર લગાવવા સમાન અંતર કાપ્યું : 2 કરોડથી વધુ યાત્રીઓએ કરી મુસાફરી

24 રાજ્યોને કવર કરે છે 102 વંદે ભારત ટ્રેન :વિમાન સેવા જેટલી સુવિધાઓ

નવી દિલ્હી :ભારતીય રેલવે 171 વર્ષ પૂરાં કરી ચુક્યું છે. 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણે વચ્ચે સૌ પ્રથમ ટ્રેન ચાલી હતી. રેલવે તેની સ્થાપનાના 171 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે રેલવે અધિકારીઓએ રેલવેની ઉપલબ્ધિ ગણાવી છે.

દેશના લગભગ દરેક વિસ્તારમાં રેલવે તેનું નેટવર્કનું વિસ્તરણ કર્યું છે. આજે વંદે ભારત આધુનિકીકરણ નેટવર્ક એક નવી ઓળખ બની ગઈ છે.

વંદે ભારતની ઉપલબ્ધિન અંગે જોઈએ તો તે ભારતની પહેલી સેમી હાઈ સ્પીડ રેલવે સેવા છે, વંદે ભારતથી આ વર્ષે 31 માર્ચ સુધી બે કરોડ કરતાં વધારે યાત્રીઓએ સફર કરી છે. સૌ પહેલી વંદે ભારત ટ્રેન 15મી ફેબ્રુઆરી,2019ના રોજ શરૂ થઈ હતી, જે દિલ્હી અને વારાણસીના રુટ પર બે ટ્રેનોનો સેટ હતો.

રેલવે તરફથી શેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી પ્રમાણે પાંચ વર્ષ અગાઉ એક રુટ પર બે ટ્રેન શરૂ થયેલી, આજે 102 વંદે ભારત ટ્રેન 24 રાજ્ય અને 284 જિલ્લાને કવર કરે છે. આ ટ્રેનો 100 રુટ પર પોતાની સેવા આપી રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં વંદે ભારત ટ્રેનો દ્વારા કાપવામાં આવેલ અંતરની તુલનાત્મક અભ્યાસ કરીએ તો તેણે આપણી ધરતીના 310 ચક્કર લવાવવાને સમાન છે. વંદે ભારત અનેક વિશ્વકક્ષાની યાત્રા પ્રદાન કરી રહી છે.

રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની મેક-ઈન-ઈન્ડિયા પહેલ આ સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેનની સાથે પૂરી થઈ, ખાસ કરીને યુવાનો વચ્ચે લોકપ્રિયતા હાંસલ કરી છે. 15મી ફેબ્રુઆરી 2019 લોંચ થયા બાદથી બે કરોડથી વધારે યાત્રીઓએ યાત્રા કરી છે કારણ કે તે વિમાની સેવાને સમકક્ષ સુવિધા પૂરી પાડે છે. રેલવે ટૂંક સમયમાં સ્વીપર વર્જન પણ લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

 

(7:07 pm IST)