Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

એરબેગ ન ખુલી તો કાર કંપનીની ભૂલ કે નહીં :સીટબેલ્ટ પ્રત્યેની ચાલકની બેદરકારી ભારે પડી: NCDRCએ આપ્યો મહત્વનો ચુકાદો

એરબેગ્સ એવી સ્થિતિમાં જ કામ કરે છે કે જો સીટ બેલ્ટ પહેરવામાં આવેલ હોય. આ કેસમાં સીટ બેલ્ટ પહેરવામાં આવ્યો ન હતો. માટે એરબેગ ખુલ્લી નહીં

નવી દિલ્હી :તાજેતરમાં જ નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC)એ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. એક દુર્ઘટના બાદ એરબેગ નહીં ખુલવાને પગલે હોંડા કાર્સ ઈન્ડિયા લિમિટેડને વળતર આપવા માટે રાજ્ય પંચ દ્વારા કરવામાં આવેલ ચુકાદાને રદ્દ કર્યો છે

   એક હોંડા સિવિક કાર માલિકની કારનો અકસ્માત થયો હતો, જેથી કારનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો અને ઈજા પહોંચી હતી. તેમણે રાજ્ય કન્ઝ્યુમર કમિશન સમક્ષ ફરિયાદ કરી, આ સાથે એવો દાવો કર્યો કે એરબેગ નહીં ખુલવાને લીધે તેમને ઈજા પહોંચી છે અને હોન્ડાએ વળતર આપવું જોઈએ. સ્ટેટ કમિશને રૂપિયા એક લાખ વળતર આપવાનો આદેશ કર્યો હતો
   હોન્ડાએ NCDRC સમક્ષ અપીલ કરી, એવો તર્ક આપ્યો કે એરબેગ ત્યારે જ ખુલે છે કે જ્યારે સીટ બેલ્ટ પહેરવામાં આવેલ હોય છે. અને આ કેસમાં ફરિયાદકર્તાએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. કંપનીએ કહ્યું કે આ કારના ઉત્પાદનમાં કોઈ જ ખામી નથી
    NCDRCએ હોંડાની અપીલને સ્વીકારી લીધી અને સ્ટેટ કમિશનના આદેશને રદ્દ કર્યો. એરબેગ્સ એવી સ્થિતિમાં જ કામ કરે છે કે જો સીટ બેલ્ટ પહેરવામાં આવેલ હોય. આ કેસમાં સીટ બેલ્ટ પહેરવામાં આવ્યો ન હતો. માટે એરબેગ ખુલ્લી નહીં. ફરિયાદકર્તા એ બાબતના પૂરાવા આપવામાં નિષ્ફળ ગયા કે કારમાં કોઈ ખામી હતી
   આ ચુકાદામાં કાર માલિકો અને ઉત્પાદકો બન્ને માટે મહત્વનો છે. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે એરબેગ કામ કરે તે માટે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. આ સાથે આ ચુકાદો એ બાબત પણ દર્શાવે છે કે ઉત્પાદનમાં ખામી છે તે સાબિત કરવા માટે નક્કર પૂરાવાની જરૂર રહે છે.

 

(10:51 pm IST)