Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અવકાશ સેક્ટરમાં 100 ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂરી :નાણાં મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું

ઈલન મસ્ક ભારત ખાતેની પોતાની પ્રથમ યાત્રા દરમિયાન દેશના ઉભરતા સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે અંતરિક્ષ ક્ષેત્રમાં મહત્તમ વિદેશી કંપનીઓની ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI)ના નિયમોમાં 100 ટકા છૂટ આપવાના પોતાના અગાઉના નિર્ણયને અમલી બનાવાવવા માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સુધારેલ નિયમોને લઈ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન Teslaના વડા ઈલન મસ્કની આગામી સપ્તાહની શરૂઆતમાં ભારત યાત્રા અગાઉ જાહેર થયું છે.

ઈલન મસ્ક ભારત ખાતેની પોતાની પ્રથમ યાત્રા દરમિયાન દેશના ઉભરતા સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરશે. સરકારે સ્કાઈરટ એરોસ્પેસ, ધ્રુવ સ્પેસ, પિયરલાઈટ તથા દિગંતારા સહિત અન્ય કંપનીઓને નવી દિલ્હીમાં મસ્ક સાથે ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. અહેવાલ પ્રમાણે મસ્ક આ સ્ટાર્ટ અપ્સ સાથે વાતચીત કરી તેમના ઈનોવેશન તથા ઓફરિંગ્સ અંગે માહિતી મેળવશે.

સુધારવામાં આવેલ FDI નીતિ અંતર્ગત અંતરિક્ષ ક્ષેત્રમાં 100 ટકા FDIની મંજૂરી છે. સુધારવામાં આવેલ FDI નીતિ અંતર્ગત અંતરિક્ષ ક્ષેત્રમાં 100 ટકા FDIની મંજૂરી છે. સુધારવામાં આવેલ નીતિ અંતર્ગત ઉદારીકૃત પ્રવેશ માર્ગોનો ઉદ્દેશ સંભવિત રોકાણકારોને અંતરિક્ષમાં ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવાના છે.

સરકારે જણાવ્યું કે FDI નીતિમાં સુધારા દેશમાં કારોબારમાં સુગમતા વધારશે, જેથી FDI પ્રવાહ વધશે અને આ રીતે આ રોકાણ, આવક તથા રોજગારીમાં વૃદ્ધિને લઈ વ્યાપક યોગદાન આપશે.

 

(11:35 pm IST)