Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

ભૂકંપનું કેન્દ્ર કિન્નોર જિલ્લામાં જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતુ.

હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં શુક્રવારે રાતે 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કિન્નોર જિલ્લામાં જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતુ. રાતના 11 વાગીને 32 મિનિટ પર ભૂકંપના ઝટકા કિન્નોરની આસપાસના જિલ્લામાં અનુભવાયા છે.

  આ પહેલા હિમાચલના શિમલામાં ગુરુવારે સાંજે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર શિમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિલોમિટરની ઉંડાઈ પર સ્થિત હતુ. જિલ્લા અને તેમની આસપાસના વિસ્તારમાં સાંજે 7 વાગીને 47 મિનિટ પર ઝટકો અનુભવાયો છે.

(10:47 am IST)