Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

લખીમપુરમાં પ્રિયંકા ગાંધી પર FIR:મહિલા કાર્યકરને ન્યાય અપાવવા મંજૂરી વગર ધરણા કરતા ફરિયાદ

લખમીપુરમાં બ્લોક પ્રમુખની ચૂંટણી માટે નામાંકન દરમિયાન ભાજપના કાર્યકરોએ,કોગ્રેસનાં મહિલા કાર્યકર સાથે ગેરવર્તન કર્યાનો મામલો : કોરોના ગાઈડલાઈનનાં ભંગ બદલ પ્રિયંકા ગાંધી પર,કલમ 144 અંતર્ગત FIR દાખલ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ત્રણ દિવસના લખનઉના પ્રવાસે છે. ત્યારે લખીમપુરમાં મહિલા કાર્યકરને ન્યાય આપવા માટે ધરણા શરૂ કરતા પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ FIR દાખલ કરવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે લખમીપુરમાં બ્લોક પ્રમુખની ચૂંટણી માટે નામાંકન દરમિયાન ભાજપના કાર્યકરોએ,કોગ્રેસનાં મહિલા કાર્યકર સાથે ગેરવર્તન કર્યું હતું.

આ મામલે ઉતરપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી પ્રવાસ માટે લખનઉ આવી છે, જો ધરણા કરવા હોય તો પરમિશન લઈને ધરણા શરૂ કરવા હતા.મહત્વનું છે કે,કોરોના ગાઈડલાઈનનાં ભંગ બદલ પ્રિયંકા ગાંધી પર,કલમ 144 અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

(12:51 pm IST)