Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

બ્રિટનમાં કોરોના કેસમાં વધારોઃ એક જ દિવસમાં 50 હજાર નવા કેસ અને 49 લોકોના મોતથી લોકડાઉનની શક્‍યતા

વધતા કેસ માટે કોરોના પ્રતિબંધમાં છૂટ અને યુરો 2020 જવાબદાર

લંડન: બ્રિટનમાં કોરોના વાયરસના ઉછાળે ફરી એક વખત ડરનો માહોલ ઉભો કર્યો છે. બ્રિટનમાં જાન્યુઆરી બાદ પ્રથમ વખત એક દિવસમાં કોરોના વાયરસના 50 હજાર વધુ નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ ખતરનાક વાયરસને કારણે 24 કલાકમાં 49 લોકોના મોત થયા છે. બ્રિટનમાં જે રીતે ફરી કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે તેનાથી ફરી એક વખત લોકડાઉન લગાવવામાં આવી શકે છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટ અનુસાર, દેશમાં એક દિવસમાં 51870 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા જણાવે છે કે એક અઠવાડિયામાં પોઝિટિવ કેસની સંખ્યામાં 45 ટકાનો વધારો તયો છે. આટલુ જ નહી, હોસ્પિટલમાં ભીડ વધવા લાગી છે. કોરોનાના કેસમાં અચાનક ઉછાળ બાદ હવે હોસ્પિટલમાં દર્દીની સંખ્યા અને મોત બન્ને સતત વધી રહી છે. જોકે, વધતા કેસ માટે જાણકારોએ કોરોના પ્રતિબંધમાં છૂટ અને યૂરો 2020ને દોષી ઠેરવ્યા છે.

15 જાન્યુઆરીએ સૌથી વધુ 55,761 કેસ સામે આવ્યા હતા. જોકે, બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદનું કહેવુ છે કે બ્રિટનમાં બે-તૃતિયાંશ વયસ્કોને કોવિડ-19ની રસી મળી ગઇ છે, તેમણે કહ્યુ કે અમે પોતાના લક્ષ્યને લગભગ એક અઠવાડિયામાં પૂર્ણ કરી લીધુ છે. આ એક મોટી સિદ્ધિ છે. આગળ આવનારા તમામ લોકોનો આભાર. રસી વાયરસ વિરૂદ્ધ અમારી ઢાલ છે.

(5:52 pm IST)