Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

૮૫ ટકા અફઘાનિસ્તાન ઉપર તાલીબાનોએ કબજો જમાવ્યો

અમેરિકી સેનાની રૂખસત સાથે તાલિબાનનો કોહરામ : તાલિબાને ૧૯૩ જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને ૧૩૯ જિલ્લાઓમાં અફઘાન આર્મી સાથે સંઘર્ષ

કાબૂલ, તા.૧૭ : હિંદુસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ૯૦ના દશકામાં તાલિબાનોનું રાજ ચાલતું હતું. પરંતુ /૧૧ના હુમલા બાદ અમેરિકાએ જ્યારે ઓસામાને શોધવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તાલિબાનની સલ્તનતને પણ ઉખાડીને ફેંકી દીધી હતી. છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકી સૈનિકો તાલિબાનને તબાહ કરવા માટે અફઘાનિસ્તાનમાં અડગ હતા. સમગ્ર વિશ્વ એમ વિચારતું હતું કે, ત્યાં અમેરિકાની ઉપસ્થિતિથી તાલિબાન તબાહ થઈ જશે પરંતુ અબજો ડોલર બરબાદ કરીને અને પોતાના હજારો સૈનિકોના મોત બાદ અમેરિકી સૈનિકો પાછા ફરી રહ્યા છે અને સાથે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પાછા આવી રહ્યા છે. આતંકવાદીઓ માટે હવે કાબુલ પણ દૂર નથી.

જેનો ડર હતો તે બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની રૂખસત સાથે તાલિબાનનો કોહરામ ચાલુ થઈ ગયો છે. દરેક જગ્યાએ ગોળીઓનો વરસાદ, લૂંટફાટ, કબજો ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ અફઘાન આર્મી તાલિબાની ફાઈટર સામે સરેન્ડર કરવા મજબૂર બની છે. અત્યાર સુધીમાં દેશના ૮૫ ટકા કરતા પણ વધારે હિસ્સા પર તાલિબાની ફાઈટર્સે પોતાનો કબજો જમાવી દીધો છે અને તેઓ સતત કોમ્બિંગ કરીને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. જોકે પહેલેથી આનો અંદેશો હતો કારણ કે અમેરિકી સેનાની ઉપસ્થિતિના કારણે અફઘાન સેના કદી પોતાને એટલી મજબૂત બનાવી નહોતી શકી કે તે હથિયારો અને રણનીતિ મુદ્દે હાઈટેક બનેલા તાલિબાનનો મુકાબલો કરી શકે. બનવાનું હતું પરંતુ હવે ભવિષ્યમાં જે બનશે તેનાથી તમામ મધ્ય એશિયાઈ દેશ ચિંતામાં છે.

તાલિબાનના ખૂની ખેલ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન છેલ્લા અનેક વર્ષોથી અમેરિકી ફોજ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરે તેની રાહ જોઈ રહ્યું હતું. કારણ કે, પાકિસ્તાનને ડર હતો કે જે રીતે અફઘાન સરકાર ભારત સાથે પોતાનો સંબંધ બનાવી રહી છે તેનાથી ભવિષ્યમાં તેમના માટે જોખમ વધી શકે છે. પરંતુ જો બાઈડનના નિર્ણય બાદ પાકિસ્તાનને મજા પડી ગઈ અને તેણે તાલિબાનને અફઘાન પર સંપૂર્ણ કબજો જમાવવા સમર્થન આપવાનું રૂ કરી દીધું. સંજોગોમાં તાલિબાન માથું ઉંચકશે તે નક્કી હતું. અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી પૂરી રીતે પાછી નથી ફરી અને તાલિબાનનો ખૂની ખેલ ચાલુ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં કુલ ૨૦ રાજ્ય છે જેના ૪૨૧ જિલ્લામાંથી ઓછામાં ઓછા અડધા પર તાલિબાને કબજો જમાવી લીધો છે. તાલિબાને ૧૯૩ જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને ૧૩૯ જિલ્લાઓમાં તાલિબાન અને અફઘાનિસ્તાનની આર્મી વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હવે માત્ર ૭૫ જિલ્લાઓમાં અફઘાનિસ્તાન સરકારનું નિયંત્રણ બચ્યું છે. હાલ પણ અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં બોમ્બમારો થઈ રહ્યો છે. બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર થઈ રહ્યા છે. તાલિબાન બહુ જલ્દી પોતે કાબુલ પર કબજો જમાવી લેશે તેવો દાવો પણ કરી રહ્યું છે.

(7:38 pm IST)