Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

આતંકી સબંધો ઢાંકવા પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન RSS ને દોષ આપે છે : આરએસએસના આગેવાન ઈન્દ્રેશ કુમાર

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનના નિવેદન સામે આરએસએસનો પલટવાર : પાકિસ્તાની માનસિકતાના કારણે જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે ૩ કરોડ લોકો પર મુસિબતો આવી હતી

કરાંચી, તા.૧૭ : પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં આરએસએસને લઈને નિવેદન આપ્યુ હતુ.જેનો જવાબ હવે આરએસએસ દ્વારા આપવામાં આવ્યો છે. આરએસએસના આગેવાન ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે, ઈમરાનખાન પોતાના આતંકી સબંધો પર પડદો પાડવા માટે આરએસએસને દોષ આપી રહ્યા છે.પાકિસ્તાની માનસિકતાવાળા લોકોએ હિન્દુસ્તાનમાં ઝેર રેડીને ભાગલા પડાવ્યા હતા અને પછી ૧૯૭૧માં પાકિસ્તાન પોતે તુટી ગયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ઈમરાનખાને કહ્યુ હતુ કે, આરએસએસની વિચારધારાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મંત્રણા અટકી ગઈ છે.જેના જવાબમાં ઈન્દ્રેશ કુમારે ન્યૂઝ એજન્સીને જણાવ્યુ હતુ કે, ઈમરાનખાન પોતાનો તાલિબાની ચહેરો છુપાવવા માટે હવે આરએસએસને દોષ આપી રહ્યા છે.પાકિસ્તાની માનસિકતાના કારણે જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે કરોડ લોકો પર મુસિબતો આવી હતી.૧૨ લાખ લોકોના મોત થયા હતા અને લાખો મહિલાઓ પર રેપ થયા હતા. રકારના તાલિબાની માનસિકતાના કારણે ૧૯૭૧માં ફરી પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. માનસિકતાના કરાણે સિંધ, બલુચિસ્તાનમાં લોહી રેડાઈ રહ્યુ છે.

(7:38 pm IST)