Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ચોમાસુ સત્રને લઈને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે સર્વદળીય બેઠક બોલાવી

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે સર્વદળીય બેઠક બોલાવી હતી. ચોમાસુ સત્રને લઈને સંચાલન યોગ્ય રીતે થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યસભા અધ્યક્ષ વૈંકેયા નાયડુ, રાજ્યસભામાં સદનના નેતા પિયૂષ ગોયલ, રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, આનંદ શર્મા, રામગોપાલ યાદવ, શરદ પવાર, સંજય રાઉત સહિતના અનેક પક્ષના સંસદીય દળના નેતાઓ હાજર રહ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે સર્વદળીય બેઠક પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ચોમાસુ સત્રને લઈને બેઠક કરી હતી.

(11:10 pm IST)