Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જર્મનીમાં વિમાન ક્રેશ : અનેક લોકોના મોત :કાટમાળમાં દબાયેલા અને ગુમ થયેલ લોકોની શોધખોળ

વિમાન સ્ટુટગાર્ટ શહેરની દક્ષિણે સ્થિત વૂડલેન્ડ વિસ્તારમાં ક્રેશ થયું

નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે આ માહિતી આપી હતી. ડીપીએના રિપોર્ટ અનુસાર, વિમાન સ્ટુટગાર્ટ શહેરની દક્ષિણે સ્થિત વૂડલેન્ડ વિસ્તારમાં ક્રેશ થયું હતું. જોકે, આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. વિમાન શનિવારે સવારે સ્ટુટગાર્ટ એરપોર્ટથી ઉપડ્યું હતું. રિપોર્ટ અનુસાર બચાવકર્તા હજુ પણ વિમાનના ભંગારમાં અનેક દબાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. વિમાન દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. જોકે, વિમાનમાં સજ્જ એક “ફ્લાઇટ રેકોર્ડર” મળી આવ્યો છે.

વિમાન દુર્ધટના થતાં પ્રશાસન બચાવવાની કામગીરીમાં યુધ્ધના ધોરણે કામે લાગી ગયું છે અને તે વિમાનના ગુમ થયેલા લોકોની શોધખોળ પણ કરી રહ્યું છે. હજી સુધી કેટલા લોકો મર્યા છે તેની પુષ્ટિ થઇ નથી, ઘણા લોકો મર્યા હશે તેવી આશંકા સેવાઇ રહી છે.

(12:41 am IST)