Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૧૦

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શૂન્‍ય છે દ્વાર પ્રભુનું

પ્રિય બહેન,

પ્રણામ હું પ્રતીક્ષામાં જ હતો કે પત્ર મળ્‍યો છે. આપના જીવનમાં પ્રકાશ પુલકિત થાય અને આપ પ્રભુને સમર્પિત થઇ શકો એ જ મારી ઇચ્‍છા છે.

પ્રભુ અને પ્રકાશ નિરંતર નજીક છે. બસ જરાક આંખ ખોલવાની વાત છે, અને-જે આપણું છે તે આપણું થઇ જાય છે. આંખની પાંપણોનું જ અંતર છે-જો કે, કદાચ એટલું પણ અંતર નથી, આંખો ખુલ્લી જ છે અને આપણને ખબર નથી !

અનેક પુરાણિક કથા છેઃ એક માછલી ઘણા દિવસથી સાગરના સંબંધમાં સાંભળી રહી હતી પછી એક દિવસ તેનાથી ન રહેવાયું અને તેણે માછલીઓની રાણી પાસે જઇને પુછી લીધું કે, ‘‘આ સાગર શું છે? અને કયાં છે ? '' રાણી બોલી હતી. ‘‘સાગર ? સાગરમાં જ તમે છો, (સાગરમાં જ) તમારૂ જીવન તમારી  સત્તા છે. સાગર તમારામાં છે અને તમારી બહાર પણ જેછે તે પણ સાગર છે સાગરથી તમે બન્‍યા છો અને તેમાં જ વિલીન થવું છે સાગર તમારૂ બધું કંઇ છે અને તેના સિવાય તમે કંઇ પણ નથી.

અને કદાચ એટલા માટે જ સાગર માછલીને દેખાતો નથી ? અને કદાચ એટલા માટે જ પ્રભુથી આપનું મિલન થતું નથી ? પરંતુ મિલન થઇ શકે છે. તે મિલનનું દ્વાર શૂન્‍ય છે, શૂન્‍ય થતાં જ તેનાથી મિલન થઇ જાય છે કારણ કે તે પણ શૂન્‍ય જ  છે.  હું આનંદમાં છું, અથવા તો એમ કહું કે આનંદ જ છે અને હું નથી.     -રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:56 am IST)