Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કુરુક્ષેત્રથી અભય ચૌટાલા, હિસારથી સુનૈના, અંબાલાથી ગુરપ્રીત સિંહ, હરિયાણામાં INLDએ 3 ઉમેદવારો ઉતાર્યા

ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD) એ હરિયાણાની 10 લોકસભા બેઠકોમાંથી ત્રણ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી : ચૂંટણી પંચે સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ હરિયાણાની 10 લોકસભા સીટો પર થશે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) એ હરિયાણાની ત્રણ લોકસભા સીટો માટે હિસારથી સુનૈના ચૌટાલા, કુરુક્ષેત્રથી અભય સિંહ ચૌટાલા અને અંબાલાથી સરદાર ગુરપ્રીત સિંહનું નામાંકન જાહેર કર્યું છે. INLDએ ગુરુવારે એક પ્રેસ નિવેદન જારી કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

(6:30 pm IST)