Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વિક્રમાદિત્યએ કંગનાને ચોમાસામાં પેદા થતા દેડકા જેવી ગણાવી

હિમાચલપ્રદેશની સીટ પર બન્ને આમને સામને ઉભા રહ્યા છેઃહિમાચલ પ્રદેશમાં હાલમાં આબોહવા સારી છે અને કંગના તેની મઝા લેવા આવી છે

હિમાચલ,તા.૧૮

લોકસભાની ચૂંટણી શરૃ થવામાં ફક્ત એક દિવસ બચ્યો છે. હિમાચલ પ્રદેશની મંડી સંસદીય સીટ પર કોગ્રેસના વિક્રમાદિત્ય સિંહ અને બીજેપીની કંગના રનૌત સામ સામે ઉભા રહ્યા છે. જેવામાં વિક્રમાદિત્યએ કંગના પર નિશાન સાંધીને તેને વરસાદના દેડકા જેવી ગણાવી છે.

વિક્રમાદિત્યએ કુલ્લુમાં કહ્યું હતું કે કંગના રનૌત વરસાદનો દેડકો છે. તે આજે અહીં ચે કાલે મુંબઈ જતી રહેશે. તે વરસાદમાં આવતા દેડકા જેવી છે.

વધુમાં વિક્રમાદિત્યએ કહ્યું કે ચૂંટમી પ્રચાર દરમિયાન કંગના જે રીતે વેશભૂષા પહેરી રહી છે તેનાથી એવું લાગે છે કે તે કોઈ પિલ્મનું શુટિંગ કરી રહી છે. વેશભૂષા બદલીને તે સ્થાનિક લોકોનું દિલ ન જીતી શકે કે લોકાના દિલ જીતી શકે. હિમાચલ પ્રદેશમાં હાલમાં આબોહવા સારી છે અને કંગના તેની મઝા લેવા આવી છે. બે ત્રમ મહિના બાદ તે બિસ્તરા પોટલા બાંધીને મુબંઈ જતી રહેશે. આજકાલ તેમી પિલ્મો સારી ચાલતી નથી એટલા માટે તે અહીં છે.૨૦૧૪ માં મોદી લહેરમાં મંડી સીટ બીજેપીના ખાતામાં આવી ગઈ હતી. જ્યારે રામસ્વરૃપ શર્માએ પ્રતિભા સિંહને ૪૦ હજાર વોટથી હાર આપી હતી. આ ચૂંટણીમાં બીજેપીએ લોકસભાની ચારેય સીટો જીતી લીધી હતી. બાદમાં ૨૦૧૯માં બીજેપી જીતી હતી અને સિટીંગ સાસંદ રામસ્વરૃપ શર્માએ કોંગ્રેસના આશ્રય શર્માને ચાર લાખ વોટના મોટા અંતરથી હરાવ્યા હતા.

(7:50 pm IST)