Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાળઝાળ ગરમીમાં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટનો ઉપયોગ: IIMના વિદ્યાર્થીઓએ કર્યું છે ડિઝાઈન

હેલ્મેટ પહેર્યા પછી માથાની આસપાસ ઠંડી હવા લાગે છે અને ગરમી પરેશાન કરતી નથી.

દેશભરમાં હાલ ભારે ગરમી પડી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રોડ-રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થાને સંભાળતા ટ્રાફિક પોલીસને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે હવે IIM વડોદરાના વિદ્યાર્થીઓએ એક ખાસ એસી હેલ્મેટ બનાવ્યું છે.

IIM વડોદરાના વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે એસીની સુવિધા વાળું હેલ્મેટ ડિઝાઈન કર્યું છે. જે પહેર્યા પછી માથાની આસપાસ ઠંડી હવા લાગે છે અને ગરમી પરેશાન કરતી નથી.

હાલ આ પ્રકારના હેલ્મેટનો ઉપયોગ વડોદરાની ટ્રાફિક પોલીસ કરી રહી છે. ટ્રાફિક પોલીસે પોતાના કર્મચારીઓ માટે 450 હેલ્મેટ આપ્યા છે. ટ્રાફિક પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઈનમાં જ બેટરીની મદદથી એસી સેટ કરવામાં આવ્યું છે. આ હેલ્મેટમાં મશીન દ્વારા બહારથી હવા ખેંચી તેને ઠંડી કરીને હેલ્મેટમાં નાખવામાં આવે છે.

 

(9:45 pm IST)