Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો: EDએ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ

લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી

નવી દિલ્હી : ED દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરવામાં આવી છે. વક્ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું.

આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લા ખાનની પૂછપરછ કરી હતી. તેના આધારે ACBએ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી લગભગ 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત બે ગેરકાયદેસર અને લાઇસન્સ વગરની પિસ્તોલ, કારતૂસ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો

 

(10:54 pm IST)