Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઝહીર ખાને ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર ઉઠાવ્યા સવાલ

આ નિયમ નથી પણ બરબાદી છ:ઝહીર ખાનઃહું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, ચોક્કસ ચિંતા છે, પરંતુ તેનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે

નવી દિલ્હી, તા.૧૯

આઈપીએલની ગત સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ટીમો મેચ દરમિયાન પોતાના એક ખેલાડીને બદલી શકે છે. વાસ્તવમાં આ નિયમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ ઓલરાઉન્ડરની ભૂમિકાને ઘટાડે છે. ઉદાહરણ તરીકે, ચેન્નાઈ સુપર કિંગ્સે શિવમ દુબેનો ઉપયોગ માત્ર પાવર હિટર તરીકે કર્યો છે, જ્યારે આ ખેલાડી સારી બોલિંગ કરી શકે છે. જો કે હવે આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.

જિયો સિનેમા પર ઝહીર ખાને કહ્યું કે હું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, ચોક્કસપણે થોડી ચિંતા છે, પરંતુ આપણે તેનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે. આ સિવાય ઝહીર ખાનનું માનવું છે કે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ માત્ર કામચલાઉ ઓલરાઉન્ડર જ ઉપલબ્ધ રહેશે. તેથી, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ ઝહીર ખાને ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે મોહમ્મદ સિરાજને ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની સાથે હોવો જોઈએ. આ બે બોલરો સિવાય અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવો જોઈએ. ઝહીર ખાનનું માનવું છે કે ટીમ ઈન્ડિયાની પસંદગી લગભગ ૨ અઠવાડિયા પછી ્૨૦ વર્લ્ડ કપ માટે કરવામાં આવશે. BCCI પસંદગીકારો અર્શદીપ સિંહ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે આ ખેલાડીઓ સિવાય ખલીલ અહેમદ, મોહસીન ખાન અને યશ દયાલ પર પણ ધ્યાન રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાનો છે. આ ટુર્નામેન્ટ ૨ જૂનથી શરૃ થઈ રહી છે.

(8:58 pm IST)