Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

નીતિશ મંત્રીમંડળના ૧૪માંથી ૬ મંત્રીઓ વિરૂધ્ધ ગંભીર ગુનાના કેસ

અપરાધિક કેસો ધરાવતા ૮ મંત્રીઓમાંથી બીજેપીના ૪, જેડીયુના ૨ અને અન્યે બે પાર્ટીઓના એક-એક મંત્રી સામેલ છે

પટણા,તા.૧૯:બિહારમાં બહુમતી મેળવી સત્તામાં આવેલી નીતિશ કુમારની સરકારમાં શિક્ષણ મંત્રી બનેલા ડો.મેવાલાલ ચૌધરી ભ્રષ્ટાચારના આરોપોને લીધે નિશાના પર આવી ગયા છે, પરંતુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને ઇલેકશન વોચના એક અભ્યાસ મુજબ નીતિશ મંત્રીમંડળના ૧૪માંથી આઠ એટલે કે ૫૭ ટકા મંત્રીઓ વિરુદ્ઘ ગૂનાઓ નોંધાયેલા છે. ૬ એવા મંત્રીઓ છે જેમની વિરુદ્ઘ ગંભીર ગૂનાઓના આરોપસર કેસ ચાલી રહ્યા છે. 

અપરાધિક કેસો ધરાવતા ૮ મંત્રીઓમાંથી બીજેપીના ૪, જેડીયુના ૨ અને અન્યે બે પાર્ટીઓના એક-એક મંત્રી સામેલ છે. એક સમય એવો પણ હતો જયારે ૨૦૧૭માં ચૌધરી વિરુદ્ઘ એફઆરઆઇ થયા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને મળવાની પણ ના પાડી દીધી હતી. પરંતુ આ વર્ષે તેમને જ શિક્ષણ ખાતુ સોંપવામાં આવ્યું હતું. જોકે ચૌધરીને મંત્રીમંડળમાં સામેલ કરાયાની સાથે જ હંગામો શરૂ થયો હતો.

નીતિશ મંત્રીમંડળમાં સામેલ ૧૪ મંત્રીઓની સરેરાંશ સંપત્તિ। ૩.૯૩ કરોડ રુપિયા છે. જોકે તેમના મંત્રીઓને લઇને બિહારના વિપક્ષ દળો ભારે વિરોધ કરી રહ્યા છે.

(9:30 am IST)