Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

કેજરીવાલે ધરપકડ પહેલા ઇન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું: તિહાર જેલ પ્રશાસને એલજીને રિપોર્ટ સોંપ્યો

-કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન અને ડોક્ટરોની સલાહથી વંચિત રાખીને ધીમા મૃત્યુ તરફ ધકેલવામાં આવતા હોવાનો આપ ના આરોપ બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે તિહાર જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

નવી દિલ્હી : સુગરના વધેલા સ્તરને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આક્ષેપો અને વળતા આક્ષેપો વચ્ચે, તિહાર જેલ પ્રશાસને હવે તેનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મોકલ્યો છે. તિહાર જેલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે કેજરીવાલે ધરપકડ પહેલા જ ઈન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું. જેલ પ્રશાસને કહ્યું છે કે જેલમાં ઈન્સ્યુલિનની કોઈ કમી નથી. મુખ્ય પ્રધાન કેજરીવાલ ઇન્સ્યુલિન રિવર્સલ પર હતા

   લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવેલા રિપોર્ટમાં તિહાર જેલ પ્રશાસને કહ્યું છે કે હાલમાં કેજરીવાલ શુગરને કંટ્રોલ કરવા માટે ગોળીઓ લઈ રહ્યા હતા. જેલમાં ઇન્સ્યુલિનની પૂરતી માત્રા હોય છે. ઇન્સ્યુલિન ન આપવું એ ખોટું છે

 જેલ પ્રશાસને દાવો કર્યો છે કે તેલંગાણામાં એક ખાનગી ડૉક્ટર પાસેથી ડાયાબિટીસની સારવાર લઈ રહેલા કેજરીવાલે થોડા મહિના પહેલા ઈન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું અને ધરપકડ સમયે તેઓ માત્ર ડાયાબિટીસ વિરોધી ઓરલ મેડિસિન ટેબલેટ મેટફોર્મિન લેતા હતા

   રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તિહાર જેલમાં કેજરીવાલે ડોક્ટરોને કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્યુલિન લઈ રહ્યા છે, પરંતુ થોડા મહિના પહેલા તેમણે તેલંગાણાના ડોક્ટરની સલાહ પર ઈન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય RML હોસ્પિટલ તરફથી ઉપલબ્ધ MLC રિપોર્ટ અનુસાર, કેજરીવાલને ન તો કોઈ ઈન્સ્યુલિન લેવાની સલાહ આપવામાં આવી હતી અને ન તો તેમની જરૂરિયાત વિશે જણાવવામાં આવ્યું હતું

(8:49 pm IST)